અનિલ-જુહીની જોડી ફરી ફિલ્મી પડદે

અનિલ-જુહીની જોડી ફરી ફિલ્મી પડદે
એવું લાગે છે કે વર્ષ 2018 બૉલીવૂડની જૂની જોડીઓ માટે ‘િરયુનિયનનું વર્ષ’ બની જશે અને તેમાં ટોચ પર અનિલ કપૂર હશે. અનિલ કપૂર, રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ ‘ફન્ને ખાન’માં ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે તેમ જ ઈન્દરકુમારની ફિલ્મ ‘ટોટલ ધમાલ’માં માધુરી દીક્ષિત-નેને સાથે ફરી જોડી ચમકાવશે. જોકે, ત્યારબાદ અનિલ અને જુહી ચાવલા પણ ફરીથી એક જ ફિલ્મમાં દેખાવાના છે અને આ ફિલ્મ છે વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’ પોતાની ફિલ્મમાં અનિલની પુત્રી સોનમને લીધા બાદ વિધુએ હવે જુહીને પણ સાઈન કરી છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer