મોરબી પાસેથી દારૂ ભરેલા આઈસર સાથે એક શખસ ઝડપાયો

રાજકોટ, તા.13 : મોરબી બાયપાસથી અમરેલી તરફ જવાના રસ્તે દારૂ ભરેલી આઈસર આવતી હોવાની બાતમીના આધારે રાજકોટ રેન્જ આઈ.જી.ના આર.આર.સેલના સ્ટાફે આઈસરને ઝડપી લીધુ હતુ. અને કફ સીરપ દવાના બોકસ પાછળ છૂપાવવામા આવેલી રૂ.8.80 લાખની કિંમતની ર376 બોટલ દારૂનો જથ્થો મળી આવતા કબજે કર્યો હતો.
પોલીસે દારૂ તેમજ રૂ.13.91 લાખની કિંમતની 414 પેટી કફ સીરપની બોટલો, એક મોબાઈલ, તાલપત્રી, દોરડા અને ટ્રક સહીત રૂ.ર7.73 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. અને હરીયાણાના ભીવાનીમાં હનુમાનગેટમાં રહેતા ટ્રકચાલક મુકેશચંદ્ર  કીશનચંદ્ર ભારદ્વાજ નામના શખસની ધરપકડ કરી હતી. અને વાહનમાલીક હરીયાણાના હીસ્સારના ભુરાસીંગ ઓમપ્રકાશ તથા દારૂ ભરી આપનાર સપ્લાયર હીરયાણાના હીસ્સારના બારાહ કવાર્ટરમાં રહેતા મીનુ ઉર્ફે ભગવાન સામે પણ ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. મોરબી સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રાજકોટ આર.આર.સેલના સ્ટાફે દારૂનો જંગી જથ્થો ઝડપી લેતા સ્થાનીક પોલીસની કામગીરી અને નિષ્ઠા પ્રત્યે અનેક તર્કવિતકો થઈ રહયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer