આફ્રિકામાં અભ્યાસ માટે BCCIએ મેદાન ભાડે રાખ્યું

આફ્રિકામાં અભ્યાસ માટે BCCIએ મેદાન ભાડે રાખ્યું
પ્રેકટીસ માટે વધારાના ચાર ઝડપી બોલર ટીમ સાથે જશે

નવી દિલ્હી તા.13: દ. આફ્રિકા પ્રવાસ માટે ટીમ ઇન્ડિયા કોઇ ખતરો લેવા માંગતી નથી. આથી આફ્રિકા સામેની 3 ટેસ્ટની શ્રેણી પહેલા એવા પગલાં લેવામાં આવી રહયા છે જે પહેલા કયારેય લીધા ન હોય. ટેસ્ટ શ્રેણી પહેલોનો અભ્યાસ મેચ પણ ટીમ મેનેજમેન્ટે રદ કર્યો છે. હવે એવા રિપોર્ટ છે કે પ્રેકટિસ માટે બીસીસીઆઇએ આફ્રિકાના એક ફાસ્ટ વિકેટવાળા મેદાનને ભાડે લીધું છે. જેના પર ટીમ ઇન્ડિયાનો કન્ડીશનીંગ કેમ્પ યોજાશે.
ટીમ મેનેજમેન્ટે અભ્યાસ માટે ચાર વધારાના ઝડપી બોલરની પણ માંગ કરી છે. જેની બીસીસીઆઈએ મંજૂર કરી છે. રિપોર્ટ અનુસાર મોહમ્મદ સિરાઝ, ભવેશ ખાન, બાસિલ થમ્પી અને નવનીત સૈની ટીમ ઇન્ડિયા સાથે આફ્રિકા જશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer