ટંકારામાં મણકાની તકલીફનો નિદાન કેમ્પ

ટંકારામાં મણકાની તકલીફનો નિદાન કેમ્પ
ટંકારા: અહીંના ડો.ભૂપેન્દ્ર બી.શેઠ અને મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં મણકાની તકલીફ ધરાવતા દરદીઓ માટે નિદાન કેમ્પનું આયોજન એમ.ડી. હાઈસ્કૂલમાં કરાયું હતું. જેમાં મોરબી જિલ્લાના એકમાત્ર, મણકાના નિષ્ણાત ડો.સાગર હાંસલિયાએ દરદીઓની તપાસ કરી હતી.
કેમ્પનું ઉદ્ઘાટન આચાર્ય રામદેવજી આર્યના હસ્તે કરાયું હતું. ડો.ભૂપેન્દ્ર બી.શેઠે સ્વાગત કર્યુ હતું. ડી.એન.નંદાસણાએ ડો.સાગર હાંસલિયાનો પરિચય આપ્યો હતો. રામદેવજી આર્યએ જણાવ્યું હતું કે ડો.હાંસલિયા સદભાવના હોસ્પિટલના તબીબ છે.દર રવિવારે વિનામૂલ્યે સેવા આપે છે. જેનો લાભ મોરબી, વાંકાનેર અને હળવદના દરદીઓને મળે છે.
આ નિદાન કેમ્પનો ટંકારા વિસ્તારના 120 દરદીઓએ લીધો હતો. ડો.હાંસલિયાએ જણાવ્યું હતું કે મણકાની તકલીફમાં દવા થોડો સમય રાહત આપે છે. લાંબા ગાળે ફાયદો થતો નથી. દવાની સાથે દરદીઓને કસરત પણ કરવી પડે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer