ધોરાજીમાં વિશ્વકર્મા એકતા સંમેલન, 20 જ્ઞાતિઓ એક મંચ પર આવી

ધોરાજીમાં વિશ્વકર્મા એકતા સંમેલન, 20 જ્ઞાતિઓ એક મંચ પર આવી
દરેક સમાજમાં એકતા માટે અપીલ
ધોરાજી: ધોરાજીમાં સૌપ્રથમ વિશ્વકર્મા એકતા સંમેલનનું આયોજન કરાયું. જેમાં સતાધારના લઘુમહંત નરેન્દ્રબાપુનું અભિવાદન એકસાથે 20 જ્ઞાતિના પ્રમુખના હસ્તે કરાયું હતું.
સ્ટેશન પ્લોટમાં ગાંધીવાડીમાં યોજાયેલ સંમેલનમાં અધ્યક્ષસ્થાનેથી આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્રબાપુએ અધ્યક્ષસ્થાનેથી જણાવ્યું હતું કે ધોરાજીના આંગણે વિશ્વકર્મા સમાજની સાથે સાથે 18 વરણ ભેગા થયા છે. જો અઢારેય વરણ એકતા બતાવે તો ગમે તેવી સરકારને ઝૂકવું પડે. સમાજના હિત માટે એકતા જરૂરી છે. આથી તમામ ઈતર સમાજ એક બની સમાજના હિતમાં કામ કરે.
અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડે જણાવ્યું હતું કે ધોરાજીમાં મળેલા આ સંમેલનમાં વિવિધ સમાજના 20થી વધુ જ્ઞાતિ પ્રમુખ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે. વિશ્વકર્મા ભગવાન કોઈ એક જ્ઞાતિના નથી, એ તો સૃષ્ટિના રચયિતા છે.
ગુજરાત બક્ષીપંચ નિગમના નવનિયુકત ચેરમેન નરેન્દ્રબાપુ સોલંકીનું સમસ્ત સિંધી સમાજના પ્રમુખ દિલીપભાઈ હોતવાણી, કડિયા સમાજના અગ્રણી કિશોરભાઈ વાઘેલા, રાજુભાઈ યાદવ, સમસ્ત કાઠી સમાજના સુખદેવસિંહ વાળા, આહીર સમાજના રાજુભાઈ ડાંગર, વિશ્વકર્મા સોશિયલ ગ્રુપના નિલેશભાઈ ભાડેસિયા, વિવેકાનંદ પરિવારના રાજુભાઈ એરડા, ગુર્જર સુથાર સમાજના જગદીશભાઈ ભાદ્રેકિયા, રાજપૂત સમાજના જનકસિંહ જાડેજા, સુખડિયા સમાજના ઉમેશભાઈ સાકરિયા, જૈન સમાજના કમલભાઈ મોદી વગેરેએ શાલ ઓઢાડી વિશેષ સન્માન કર્યુ હતું.
વિશ્વકર્મા એકતા સંમેલનને સફળ બનાવવા કિશોરભાઈ રાઠોડ, દિલીપભાઈ હોતવાણી, ચુનીભાઈ સંભવાણી, હિતેશભાઈ રાઠોડ, મુકેશભાઈ દાવડા વગેરેએ જહેમત ઉઠાવી હતી. સમસ્ત ખાંટ સમાજના મુકેશભાઈ જોરિયા, સોના ચાંદી વેપારી એસોસિયેશનના પ્રમુખ જશવંતભાઈ વઢવાણા, લોહાણા સમાજના બકુલભાઈ કોટક, ધોબી સમાજના ઘીરૂભાઈ મકવાણા વગેરે હાજર હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer