ખીરઈ ગામને જોડતો એકમાત્ર રોડ બિસમાર

ખીરઈ ગામને જોડતો એકમાત્ર રોડ બિસમાર
હાઈવેથી દોઢ કિલોમીટરની પટ્ટી ખખડધજ 
માળિયામિંયાણા: માળીયામિંયાણા તાલુકાના ખીરઈ ગામને જોડતો એકમાત્ર રોડ અત્યંત બિસમાર હાલતમાં હોવાથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે.
 હાઈવેથી દોઢ કિલોમીટરના અંતરમાં ખીરઈ ગામને જોડતો એકમાત્ર રોડ બિસમાર હાલતમાં હોવાથી બાઇકચાલકો તેમજ રાહદારીઓ ઉડતી ધૂળની ડમરીથી ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે. દોઢ કિલોમીટરની પટ્ટી પર અમુક જગ્યાએ ડામર રોડનુ નામોનિશાન રહ્યુ નથી. આ રસ્તા પર પવનચક્કીઓના ભારેખમ વાહનો ના પરીવહન ના ઘસારાથી રોડ પહેલેથી તૂટી ગયેલ છે ત્યારે ચોમાસામાં માળિયા ખીરઈ સહિતના વિસ્તારોમાં મચ્છુ જળહોનારતની થપાટ લાગતા આ વિસ્તારને ધમરોળી નાખ્યો હતો. જેના કારણે ધમસમતા પૂરના પાણીએ કચ્છ નેશનલ હાઈવે ને તોડી નાંખ્યો હતો .જેના કારણે ખીરઈ ગામ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળતા ખીરઈ ગામનો સિંગલપટ્ટી રોડ તૂટી ગયો છે.
ખીરઈથી હાઈવે સુધી નો રોડ બદતર હાલતમાં હોવાથી ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઉઠયા છે તેમજ રોડ પર ઠેર ઠેર પાણીની લાઈનો તૂટી જવાથી લિકેજ પાણીના ખાડા ભરાયેલ રહે છે .જેથી ગ્રામજનોને કુદરત ના કહેર સાથે તંત્રની ઘોર બેદરકારીનો પણ માર પડી રહ્યાની લોકોમાં રાવ ઉઠી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer