હેમુગઢવી હોલમાં તા.9મીએ સુરતાલ કરાઓકે ગ્રુપનો શો

હેમુગઢવી હોલમાં તા.9મીએ સુરતાલ કરાઓકે ગ્રુપનો શો

રાજકોટ: ‘સુરતાલ કરાઓકે ગ્રુપ’નો શો, હેમુગઢવી હોલમાં તા.9ને શનિવાર રાત્રે 9 વાગ્યે ફરી એક વખત યોજાશે. આ ગ્રુપમાં માત્ર શોખથી ડોકટર, એન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઈન્કમ-ટેક્ષ કમિશનર, વેપારી, ગૃહિણી, વિદ્યાર્થીઓ જેવા નોન-પ્રોફેશનલ લોકો પોતાના વ્યસ્ત શેડયુઅલમાંથી સમય બચાવીને 30 દિવસ સુધી દરરોજ રાત્રે પ્રેકટીસ કરવા પરિમલ ઘેલાણીના સ્ટૂડિયોએ જાય છે અને નવા તથા જુના ગીતો તૈયાર કરે છે.
દર વખતની જેમ આ વખતે પણ ‘ઝૂલા સોંગ’ જેને અંગ્રેજીમાં ‘મેશ-અપ’ સોંગ કહેવાય છે. તેમાં અરિજિતસિંહ તથા કિશોરદાના સામેલ કરેલ છે. તથા કરાઓકે શોમાં પ્રથમ વખત ‘યાદો કી બારાત’નું ગીત “આપ કે કમરે મેં કોઈ રહેતા હૈ’’ રજૂ થશે જેમાં શ્રોતાઓ પણ ભાગ લઈ શકશે. આ શો આમંત્રિતો માટેનો જ હોઈ કોઈ ટિકિટ વેચાણ કરાતું નથી. આ વખતનાં શોમાં પાર્ટનર તરીકે ડો.કમલ પરીખ, ડો.નિરલ મહેતા, સીએ પરેશ બાબરિયા, મહેશ કોટક, મિતેશ મહેતા, વિજય રાણીંગા, ભરત કારીયા, રીપલ છાપીયા, ઊર્મિ કોટક, ગાથ પોટા વગેરે રહેશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer