તટસ્થ ચૂંટણી થાય તે માટે છ પોલીસ અધિકારીઓની બદલીની માગણી કરતી શહેર કેંગ્રેસ સમિતિ

તટસ્થ ચૂંટણી થાય તે માટે છ પોલીસ અધિકારીઓની બદલીની માગણી કરતી શહેર કેંગ્રેસ સમિતિ

કલેક્ટરને આવેદન પાઠવીને ઉગ્ર રજૂઆત કરતા કેંગ્રેસી આગેવાનો
રાજકોટ, તા. 6 : થોડા દિવસ પહેલાં શહેરના કનૈયા ચોકમાં કેંગ્રેસના પશ્ચિમ બેઠકના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુના ભાઈ ઉપર જીવલેણ હુમલો થયા બાદ ધરણા માટે મુખ્યમંત્રીના બંગલે જતા હતા ત્યારે કેંગ્રેસી અગ્રણીઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી અને એ સમયે આગેવાનો અને કાર્યકરો ઉપર પોલીસે બળપ્રયોગ પણ કર્યો હતો. એ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આજે શહેર કેંગ્રેસ સમિતિના આગેવાનાએઁ કલેક્ટર અને ચૂંટણી અધિકારીને આવેદન આપી છ પોલીસ અધિકારીઓની બદલી કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
આજે ઈન્દ્રનીલ રાજ્યગુરુ, ગ્રામ્ય બેઠકના ઉમેદવાર વશરામભાઈ સાગઠિયા, શહેર કેંગ્રેસના કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત વગેરે કલેક્ટર કચેરીએ આવેદન પાઠવવા ગયા હતા. આવેદનમાં જણાવાયું છે કે વિધાનસભાની ચૂંટણીનું મતદાન તા.9મીને શનિવારે છે તે દિવસે વાતાવરણમાં તંગદિલી ઊભી કરવાના પ્રયાસ થાય અને દહેશત ભર્યો માહોલ સર્જાય તેવી અમોને ભીતિ છે. માટે ડીસીપી કરણરાજ વાઘેલા, એસીપી ક્રાઈમ જયદીપસિંહ સરવૈયા, ક્રાઈમ બ્રાંચના પી.આઈ. હિતેશ ગઢવી, પીએસઆઈ કે.કે.જાડેજા અને પી.આઈ.સોનારા એમ છ પોલીસ અધિકારીઓની તાત્કાલિક ધોરણે બદલી કરવી જરૂરી છે.
આવેદનમાં એવું જણાવાયું છે કે, જ્યારે ઈન્દ્રનીલ રાજ્યગુરુ અને મિતુલ દોંગા મુખ્યમંત્રીના બંગલે રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસે રાગદ્વેષ ઠાલવવાનો હીન પ્રયાસ કર્યો હતો. મતદાનના દિવસે પણ આવો માહોલ ન થાય તેવા હેતુથી આ બદલી કરવી જરૂરી હોવાનું જણાવાયું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer