બીએપીએસ મંદિરે દેશભક્તિનો સંચાર કરતો કાર્યક્રમ યોજાયો

બીએપીએસ મંદિરે દેશભક્તિનો સંચાર કરતો કાર્યક્રમ યોજાયો

રાજકોટ: બીએપીએસ મંદિર- કાલાવડ રોડ રાજકોટ દ્વારા આ વર્ષે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટ શહેરના યુવાઓને પ્રૅરણા-પ્રોત્સાહન પુરું પાડવા માટે ભવ્ય સ્ટડી સર્કલનું આયોજન થયું હતું.
બુધવારે કાલાવડ રોડ સ્થિત બીએપીએસ મંદિરે આ સ્ટડી સર્કલના દ્વિતીય તબક્કાનું આયોજન થયેલ. આ સેમિનારનો મધ્યવર્તી વિચાર યુવાજગતમાં ભારત પ્રત્યે અસ્મિતા પ્રગટાવી ભારતના ભાવીને ઉજ્જવળ કરવાનો હતો. સ્ટડી સર્કલમાં વિખ્યાત લેખક-વિચારક એવા ડો. શરદભાઇ ઠાકર ઉપસ્થિત હતા. તેમણે યુવાઓને ભારતની અસ્મિતાસભર વાતો કરી હતી. તેમજ સંસ્થાના સંત અપૂર્વમુનિ સ્વામીએ ‘હમ ચલે તો હિંદુસ્તાન ચલે’ વિષય પર વકતવ્યનો લાભ આપી ભારતના ભવિષ્યના નિર્માણ માટે યુવાનોને કટિબદ્ધ કર્યા હતા. સમારોહમાં ઉપસ્થિત અનેક યુવાઓને પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ઉપસ્થિત હતા. સમારોહમાં રાજકોટની અનેક શાળાઓ- કોલેજોના 8,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રેરક બોધપાઠો મેળવ્યા હતા. અનેક છાત્રોએ શુભ પ્રેરણા પ્રાપ્ત કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer