2017ના વર્ષનો આજે છેલ્લો ગુરુ પુષ્યામૃત યોગ

2017ના વર્ષનો આજે છેલ્લો ગુરુ પુષ્યામૃત યોગ
(ફૂલછાબ ન્યૂઝ)
રાજકોટ, તા. 6: ઇસવીસન 2017ના વર્ષનું છેલ્લું ગુરુપુષ્યામૃત નક્ષત્ર ગુરુવાર તા. 7ના રોજ છે. જે સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
વર્ષ 2017નું આ છેલ્લું ગુરુપુષ્ય નક્ષત્ર છે. જે કોઇ પણ શુભકાર્યો, શુભખર્ચા, કાર્ય સિધ્ધ બનાવાશે.
જ્યોતિષ વિદ્યાના જાણકાર ઘનશ્યામભાઇ ઠક્કરનાં જણાવ્યા મુજબ અંક શાત્ર પ્રમાણે-8નો અંક શનિ છે, જ્યારે નક્ષત્ર સ્વામી  પણ શનિ છે. આવો શુભ યોગ સર્જાતો હોવાથી તે અતિ શુભ ગણાય છે. આ શુભ યોગમાં કોઇપણ જાતની પીળી ધાતુ, આભૂષણ, અલંકાર ખરીદી શકાય. જે લોકો ગુરુ ગ્રહનું યંત્ર લેવા માગતા હોય તેઓ આ દિવસે સિદ્ધ કરેલું ગુરુ યંત્ર લઇ શકે છે. બીજી શુભ વસ્તુઓ પણ ખરીદી શકાય છે.
2017ના વર્ષનો આ અંતિમ માસ છે, ત્યારે આવેલો આ વર્ષનો અંતિમ ગુરુ પુષ્યામૃત યોગ અતિ શુભ હોવાથી ગુરુનું પુજન, અર્ચન, પીળી વસ્તુઓની શુભ ખરીદી કરી શકાય છે.
ગુરુ પુષ્ય નક્ષત્રને રાજા નક્ષત્ર ગણવામાં આવે છે, કારણ કે સર્વ પ્રકારે કાર્યમાં વૃદ્ધિ-ઉન્નતિ જોવા મળે છે, એમ જણાવતા અમદાવાદના પ્રદ્યુમ્નભાઇ ભટ્ટ જણાવે છે કે, લગ્ન સિવાયના કોઇ પણ પુજા-ધાર્મિક પ્રસંગ કરી શકાય છે. ગુરુ માટેના મંત્રો (1) ૐ ગ્રાં ગ્રીમ ગ્રોમ સહ: ગુરુવે નમ: (2) ૐ બૃં બૃહસ્પતયે નમ: (3) ૐ રીમ ગુરુવેનમ: અથવા (4) ૐ ગુરુવે નમ:  1-3-5 માળા કરી ગુરુની કૃપા મેળવી શકાય છે.
ચી શક્યા નથી.હવે ચૂંટણીની રજા આવશે એટલે સપ્તાહના હવેના દિવસો ફોગટ જશે. ગઢજા સ્વામીના યાર્ડ દ્વારા 9 અને 11 ડિસેમ્બરના રોજ રજા રાખવાની જાહેરાત કરાઇ છે. એ કારણે આવક પણ બંધ રહેશે.
ચાલુ વર્ષે મગફળીની સરકારી ખરીદી વિપુલ પ્રમાણમાં લગભગ સાડા ત્રણ લાખ ટન જેટલી થઇ છે. પરિણામે ખેડૂતોને ભરપુર ફાયદો થયો છે. ખેડૂતો હવે મગફળી વેંચવામાં ઉતાવળ કરવાના નથી. કપાસમાં પણ ખરીદીની રાહે વેચવાલી પકડમાં છે એટલે આવક થતી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer