કોંગ્રેસે આદિવાસીઓ માટે કશું કર્યું નથી : મોદી

કોંગ્રેસે આદિવાસીઓ માટે કશું કર્યું નથી : મોદી
ધંધુકા, નેત્રંગ અને દાહોદમાં વડાપ્રધાને ગજવી સભાઓ
અમદાવાદ, વડોદરા, તા.6 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચારના અંતીમ તબક્કામાં અને બીજા તબક્કાના પ્રચાર પ્રારંભમાં આજે ધંધૂકા, ભરૂચના નેત્રંગ અને દાહોદના ખેરાડ ગામે સભાઓ ગજવી હતી. તેમણે કેંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, કેંગ્રેસે આટલા વર્ષોમાં આદિવાસીઓ માટે કશું કર્યું નથી. ભાજપની સરકારે આદિવાસીઓની ચિંતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના દરેક રાજ્યમાં આદિવાસી મ્યુઝીયમ બનાવવાની જાહેરાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ આજ ધંધૂકામાં ચિક્કાર મેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે ,એક સમયે જુની કહેવત ચાલતી હતી કે,‘િદકરીને બંદૂકે દેજો પણ ધંધુકે ના દેજો’એ કહેવત આજે ભૂલાઇ ગઇ છે.આજે ધંધુકામાં ઘરે ઘરે પાણીનો નળ છે જેમાં પાણી આવે છે પહેલા ધંધુકામાં પાણી માટે વલખા મારવા પડતા હતા.દિકરીઓને દૂર દૂરથી પાણી ભરવું પડતું.
તેમણે જણાવ્યું હતું કે,ગુજરાતમાન ભાજપ સરકાર આવી તે પછી અહીં ચેકડેમો બનાવ્યા જેના કારણે પાણીના સ્તર ચાર્જ થયા અને કૂવા ઉભરાવવા માંડયા અમારો ભાજપ સરકારનો મક્કમ નિર્ધાર હતો કે અમારે કામ કરવું છે જો રાજકીય વાત કરવી હોત તો અમે કહી શકતા હતા કે ટૅકર દ્વારા પાણી આપીશું અને ચૂંટણી જીતવા માટે તે કહી શકતા હતા પણ એમ નહીં અમારે ધંધુકાની પાણીની સમસ્યા કાયમ માટે દૂર કરવી જ હતી.
તેમણે કહ્યું કે ધંધુકની
બીજી એક કહેવત હતી કે,“વીજળી લંગડી છે.પાવર લંગડો છે.’’ટ્રાન્સફોર્મર બગડી જાય ટીવી બગડી જાય,રેફ્રીજરેટર બગડી જાય,એ શબ્દ હવે ભૂતકાળ બની ગયો છે.ભાજપ સરકાર આવી એટલે દોઢ લાખની જગ્યાએ 12લાખ ટ્રાન્સફોર્મરો નવા નાંખી દીધા.હું જ્યારે ગુજરાત આવ્યો અને મુખ્યપ્રધાન બન્યો નહોતો ત્યારે મને લોકો મળવા આવાત સાહેબ તમે આવી ગયા બહુ સારુ થયું અને હવે એક કામ પહેલું કરજો સાંજે વાળુ કરી એ ત્યારે લાઇટ થાય તેવું કરજો.
હું ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી ને અને ગુજરાત ભાજપને અભિનંદન આપું છું તેમણે એક મહત્વનો નિર્ણય કર્યો છે જેનો લાભ ભવિષ્યમાં મળશે ખેડૂતો જે લોન લેશે તેના વ્યાજના તમામ હપ્તા ગુજરાત સરકાર ભરશે.વ્યાજનો બોજ નહીં રહે.અને હવે બીજો પણ નિર્ણય ભારત સરકાર વિચારી રહી છે.સોલાર પંપનો જેથી વીજ બીલ ખેડૂતોને નહીં આવે.એટલે ખેડૂતોને લોનના વ્યાજનો બોજો નહીં અને વીજળીના બીલનો પણ બોજો નહીં એટલે ખેડૂતોને વકરો એટલો નફોજ રળવાનો છે.
તેમણે દાહોદના ખેરાડમાં જણાવ્યું કે, કોંગ્રેસને પાંચ દસકા રાજ કરવાનો મોકો મળ્યો  હતો. તેમણે આદિવાસીઓ માટે કશું કર્યું નથી. નરેન્દ્ર મોદીએ દાહોદ જિલ્લાના ખેરાડ ગામે જંગી જાહેર સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, રામમંદિરમાં બધા સમાધાન ઈચ્છે છે ત્યાં કોંગ્રેસ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે.
 આ દેશમાં કયારેય આદિવાસી લોકો માટે અલગ મંત્રાલય કે બજેટ ન હતું. કોઈ યોજના ન હતી. કારણ કે ચૂંટણી જીતવા તેમને બીજેથી માલ મળી જતો હતો. તેમને આદિવાસીની પરવાહ ન હતી. ભાજપની સરકાર બન્યા પછી પહેલીવાર આ દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું . તેમના માટે બજેટ બન્યું, અને સંસદમાં તેમના વિકાસ માટે અલગથી ચર્ચા થવા લાગી, આ કામ ભાજપે કર્યું છે.
         કોંગ્રેસ કહે છે કે મોદી અમીરો માટે કામ કરે છે. અમે 90 પૈસામાં ગરીબોનો વીમો ઉતરાવ્યો, એવા કરોડો લોકોનો વીમો ઉતાર્યો. આફત   સમયે સરકારે 1800 કરોડ રૂપિયા ચૂકવ્યા, હવે કહો કે આ અમીરોની સરકાર છે કે ગરીબોની? પાકિસ્તાનને પાઠ ભણાવવા જવાનોએ સર્જીકલ સ્ટ્રાઈક કરી, પરંતુ કોંગ્રેસે જવાનોનું મોટું પરાક્રમ પર સવાલ ઉઠાવ્યો , જવાનોએ પાકિસ્તાનમાં જઈ આતંકવાદીઓનો સફાયો કર્યો હતો.
નેત્રંગની સભામાં તેમણે કહ્યું કે, હમણાં એક નેતા ગુજરાતમાં ફરી રહ્યા છે. તેમણે કહ્યું કે, મોદીએ એક ઉદ્યોગપતિને આટલી જમીન આપી દીધી. એ આંકડો બોલ્યા છે. એ માપ ગણો તો ત્રણ પૃથ્વી ભેગી કરીએ એટલી જમીન થાય. જેમને પ્રાથમિક નોલેજ નથી, એમને આપણે શું કહેવું ? રડવું કે હસવું એ ખબર પડતી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer