મોરબીમાં અપમૃત્યુના ત્રણ બનાવ

મોરબી, તા.6 : મોરબીની નાનીબજારમાં રહેતા ભાનુબેન મહમદઅલી સરકાર નામના વોરા વૃદ્ધા તેના ઘેર પાણી ગરમ કરતા હતા ત્યારે ઈલે. હીટરમાંથી શોર્ટ લાગતા મૃત્યુ નિપજ્યું હતું. તેમજ વીસીપરામાં રહેતા માયાભાઈ મોમભાઈ ચીરોડીયા નામના વૃદ્ધ તેના ઘેર ચા બનાવતી વખતે દાઝી જતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. તેમજ મોરબીના બંધુનગર ને હાલમાં લાલપર પાસે સીરામીકમાં રહેતો કમલેશ હીરાભાઈ  લાડાણી નામનો યુવાન બાઈક લઈને જાંબુડિયા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે પુલ નીચે ખાબકતા ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer