મતદાન પૂર્વે હાર્દિકના ‘કહેવાતા’ વધુ પાંચ વીડિયો વાયરલ!

અમદાવાદ, તા.6: ગુજરાત વિધાનસભા ચૂંટણીની પહેલા તબક્કાના  મતદાનના બે દિવસ પહેલા પાસ નેતા હાર્દિક પટેલના કહેવાતા પાંચ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. જો કે કોઇ આ વીડિયોની સાર્થકતાનું સમર્થન કરતું નથી.
 આ અગાઉ વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોનું લીસ્ટ જાહેર થાય તે પહેલા હાર્દિક પટેલના બે કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને વિધાનસભા ચૂંટણીનું રાજકારણ ગરમાયું હતું. વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પૂર્વે જ સોશિયલ મીડિયામાં મુકાયેલા હાર્દિક પટેલના એક સાથે 5 કથિત વીડિયો મુકવામાં આવ્યા છે. આ વીડિયોમાં હાર્દિકની સાથે અન્ય પાસના કન્વીનરો જોવા મળ્યા છે. આ પહેલા જે વીડિયો વાયરલ થયા હતો તેમાં જે યુવતીઓ દેખાતી હતી તેના બદલે આ વીડિયોમાં નવી યુવતી હોવાનું સામે આવ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer