ચંદ્રપુરમાં વોન્ટેડ ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ઉપર છરીથી હુમલો : ધરપકડ

ચંદ્રપુરમાં વોન્ટેડ ગુનેગારને પકડવા ગયેલી પોલીસ ઉપર છરીથી હુમલો : ધરપકડ
કોર્ટ પાસેથી પોલીસને ચકમો આપી નાસી છૂટયો’તો

રાજકોટ, તા.6 : રાજકોટમાં મોચીબજાર કોર્ટ પાસેથી પોલીસને ચકમો આપી નાસી છૂટેલ અને વાંકાનેરના ચંદ્રપુર ગામનો કુખ્યાત ગુનેગાર દાઉદ ઉર્ફે દાવલો આમદ જેસાણી નામનો સંધી શખસ ચંદ્રપુર તેના ઘેર હોવાની બાતમીના આધારે વાંકાનેરના ફોજદાર એમ.જે. ધાંધલ તથા સ્ટાફના રમજુભાઈ, જીતેનદ્રભાઈ, ઘનશ્યામદાન, મનસુખભાઈ સહિતનો સ્ટાફ ચંદ્રપુર દોડી ગયા હતા.
પોલીસે કુખ્યાત ગુનેગાર દાઉદ ઉર્ફે દાવલા સંધીના ઘેર દરોડો પાડયો હતો અને પોલીસ ઉપર છરીથી હુમલો કરતા ઘનશ્યામદાનને હાથમાં ઈજા પહોંચી હતી. છતાં પોલીસે દાઉદ ઉર્ફે દાવલાને ઝડપી લીધો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દાઉદ ઉર્ફે દાવલો કુવાડવા પોલીસના ગુનામાં આજીવન કેદનો પાકા કામનો આરોપી છે અને અગાઉ બે વખત પોલીસ જાપ્તામાંથી નાસી છૂટયો હતો. અગાઉ ચોરી, મારામારી અને હત્યાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer