જેતપુરમાં ગૃહકંકાસમાં છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરતો પતિ

જેતપુરમાં ગૃહકંકાસમાં છરીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરતો પતિ
પતિએ પણ છરી ઝીંકી આપઘાતનો પ્રયાસ કર્યો
 
જેતપુર, તા.6 : જેતપુરમાં ખોડિયાર મંદિર હારવા ઘાટ વિસ્તારમાં રહેતા સુરેશ લીંબાભાઈ સોલંકી નામના દેવીપૂજક શખસે ગતરાત્રીના પત્ની મધુબેન સાથે બોલાચાલી થયા બાદ સુરેશ ઉશ્કેરાયો હતો અને પત્ની મધુબેનની છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. બાદમાં સુરેશે પણ પોતાને છરીના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજા થવાથી જેતપુર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
આ બનાવ અંગેની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં દેવીપૂજક દંપતી સુરેશ અને મધુબેન વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થયા બાદ મામલો હત્યા સુધી પહોંચ્યો હતો. સુરેશ મજૂરી કામ કરે છે. આ બનાવના પગલે આઠ પુત્રીઓએ માતાની છત્રછાયા ગુમાવતા દેવીપૂજક પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer