ગારિયાધારમાંથી પાલિતાણાના આધેડની લાશ મળી

ગારિયાધારમાંથી પાલિતાણાના આધેડની લાશ મળી
ગારિયાધાર, તા.6 : ગારિયાધારના મફતનગર વિસ્તારમાંથી પાલિતાણામાં રહેતા સુરેશ રાઘવભાઈ મકવાણા નામના આધેડની લાશ મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક સુરેશભાઈનુ ઠંડીથી ઠુંઠવાઈ જવાથી મૃત્યુ નિપજ્યાનુ જણાવ્યું હતું. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer