શામળાજી પાસેથી ટ્રકમાંથી રૂ. 7.68 લાખનો દારૂ ઝડપાયો

શામળાજી પાસેથી ટ્રકમાંથી રૂ. 7.68 લાખનો દારૂ ઝડપાયો
ડાંગરના ભુંસાની આડમાં દારૂનો જથ્થો લાવવામાં આવતો’તો: ટ્રકચાલક નાસી ગયો
 
મોડાસા, તા. 6: શામળાજી પાસેના વેણપુર ગામની સીમમાંથી રૂ. 7.68 લાખની કિમતના દારૂ સાથેનો ટ્રક પોલીસે ઝડપી લીધો હતો. જો કે, ડાંગરના ભુંસાની આડમાં દારૂ લઇને આવી રહેલો ટ્રકચાલક પોલીસને ચકમો આપીને નાસી ગયો હતો.
વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતમાં દારૂ ઠાલવવા માટે બુટલેગરો અધીરા બન્યા છે. ત્યારે અરવલ્લી, સાબરકાંઠા અને રાજસ્થાન પોલીસે સંકલન સાધીને દારૂ સહિત નશાકારક પદાર્થ ગુજરાતમાં પ્રવેશતા અટકાવવા માટે સઘન પેટ્રોલીંગ શરૂ કરીને વાહન ચેકીંગ હાથ ધર્યું  છે.આ ચેકીંગ દરમિયાન હરિયાણા પાસીંગના ટ્રકમાં દારૂનો જથ્થો આવી રહ્યાની બાતમીના આધારે શામળાજી પાસેના વેણપુર ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રકને આંતરીને અટકાવ્યો હતો. ટ્રકનીતલાશી લેતા ડાંગરના ભુંસાની કોથળીઓ પાછળ સંતાડવામાં આવેલી રૂ. 7.68 લાખની કિમતની દારૂની 128 પેટી એટલે કે 3300 બોટલમળી આવી હતી. ટ્રકને ઉભો રાખવામાં આવતા જ રાબેતા મુજબ ટ્રકચાલક નાસી ગયો હતો.દારૂ અને ટ્રક મળીકુલ રૂ. 17.68 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ટ્રકના ચેસીઝ, એન્જીન અને પાસીંગ નંબરના આધારે તેના માલિક અને ચાલકની શોધ આદરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer