કાશ્મીરમાં પથ્થરમારો કરનાર યુવતી હવે ફૂટબોલ ટીમની કેપ્ટન

કાશ્મીરમાં પથ્થરમારો કરનાર યુવતી હવે ફૂટબોલ ટીમની કેપ્ટન
નવી દિલ્હી તા.6: એક સમય એવો હતો જયારે અફશાં આશિક અસંતુષ્ટ છાત્રાના રૂપમાં કાશ્મીરના શ્રીનગરની ગલીઓમાં પોલીસ સામે પથ્થરમારો કરનાર મહિલાઓના ટોળાની આગેવાની લેતી, પણ ઘાટીની હાલત હવે બદલાઇ છે. પથ્થર ફેંકનારા ટોળાની આ પોસ્ટર ગર્લ હવે જમ્મૂ-કાશ્મીરની મહિલા ફૂટબોલ ટીમની કેપ્ટન બની છે. અફશાંની કહાની અને તેના જીવનમાં આવેલ બદલાવ કોઇ એક સપના જેવો છે. આ એક રીતે કાશ્મીરીઓના દિલ જીતવાની સરકારની કોશિશની સફળ દાસ્તાન પણ છે. આ 21 વર્ષીય ખેલાડીએ આજે દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંઘ સાથે મુલાકાત કરીને કાશ્મીરના ખેલાડીઓની સમસ્યા અને તેના ઉકેલની ચર્ચા કરી હતી અને સરકારની મદદ માંગી હતી. અફશાંએ એમ પણ કહયું કે હવે હું ભૂતકાળમાં ડોકિયું કરવા માંગતી નથી. તેણીએ કહયું મારી જિંદગી બદલાઇ ગઇ છે. હું વિજેતા બનવા માંગુ છું. કાશ્મીરની સાથે દેશને ગૌરવ અપાવવા માંગુ છું. એવા પણ રિપોર્ટ છે કે બોલિવૂડના એક જાણીતા નિર્માતા અફશાં આશિક પર ફિલ્મ બનાવવાની યોજના બનાવી રહયા છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer