વિરાટ-અનુષ્કાના ઇટાલીમાં લગ્ન ?

વિરાટ-અનુષ્કાના ઇટાલીમાં લગ્ન ?
નવી દિલ્હી, તા.6: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પ્રેમ પ્રકરણની વાતો પહેલા વારંવાર થતી આવતી હતી. હવે આ બન્નેના લગ્નની વાતો વારંવાર ઉડતી રહે છે. તાજા રિપોર્ટ અનુસાર ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અને બોલિવૂડની હિરોઇન અનુષ્કા શર્મા ટૂંક સમયમાં ઇટાલી ખાતે લગ્ન કરશે. કોહલીએ શ્રીલંકા સામેની વન ડે અને ટી-20 શ્રેણીમાં વિશ્રામ લીધો છે. આ સમયગાળામાં વિરાટ-અનુષ્કા ઇટાલીમાં હશે અને તા. 9 કે 10 ડિસેમ્બરે બન્નેના લગ્ન ઇટાલીમાં થઇ શકે છે તેવા એક ટીવી ચેનલના અહેવાલ છે. જો કે બન્ને તરફથી આ બારામાં કોઇ કોમેન્ટ આવી નથી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer