અબ મેરે પાસ ભાઈ નહીં...

અબ મેરે પાસ ભાઈ નહીં...
અમિતાભે શશિ કપૂર સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં
મુંબઈ, તા.પ: બોલીવૂડના ‘શાન’દાર અભિનેતા શશિ કપૂરનાં નિધનથી શોકમગ્ન બનેલા મેગાસ્ટાર અમિતાભ બચ્ચને પોતાના જીગરી દોસ્ત સાથેનાં સ્મરણો વાગોળ્યાં હતાં. ટિવટર ઉપર અમિતાભે એક પછી એક ઘણાં બધાં ટિવટમાં જૂની યાદો તાજી કરી હતી. અમિતાભે ફિલ્મ દીવારના શશિ કપૂરના ડાયલોગની અદામાં લખ્યું હતું કે ‘અબ મેરે પાસ ભાઈ નહીં હૈ’ આવી જ રીતે બીજા એક ટિવટમાં શશિ કપૂર તેમને બબૂઆ કહીને બોલાવતા એ પણ યાદ કર્યું હતું. અમિતાભે પોતાના બ્લોગમાં લખ્યું છે કે તે શશિ કપૂરથી એટલી હદે પ્રભાવિત હતા કે તેની હેરસ્ટાઈલની પણ નકલ કરતાં હતાં.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer