બિપાશા શરૂ કરશે મહિલાઓ માટે ‘સ્વરક્ષણ’ની એકેડમી

બિપાશા શરૂ કરશે મહિલાઓ માટે ‘સ્વરક્ષણ’ની એકેડમી
બિપાશા બસુ-ગ્રોવર ટૂંક સમયમાં ફક્ત મહિલાઓ માટેની ‘સેલ્ફડિફેન્સ એકેડમી’ શરૂ કરવાની છે. સંભવત: તેમાં આવતા વર્ષથી એડમીશન લઈ શકાશે.બિપ્સને લાગે છે કે સમાજમાં મહિલાઓનું સશક્તીકરણ થવું ખૂબ જ જરૂરી છે.
ખાસ કરી આજના યુગમાં મહિલાઓએ કોઈના પર પણ આશ્રિત ન રહેતાં પોતાનું રક્ષણ કરવા માટેની બધી ટેકનીકો શીખી લેવી જોઈએ. બિપ્સની  એકેડમીમાં મહિલાઓને આવી ટેકનીકો ‘પ્રોફેશનલ’ રીતે શીખવાડવામાં આવશે. જેમાં કીક-બોકસીંગ, ક્રેવ મેગા તેમ જ કરાટેની સાથોસાથ અન્ય સ્વરક્ષણના દાવનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer