સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ ‘ગોસિપ’ કરે છે : સોનાક્ષી

સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ ‘ગોસિપ’ કરે છે : સોનાક્ષી
એક સમય એવો હતો જ્યારે સોનાક્ષી સિંહા પુરુષપ્રધાન કે હીરો પ્રધાન ફિલ્મોમાં ફક્ત શોભાની કઠપૂતળી બની રહે એવા રોલ ભજવતી હતી પરંતુ ‘લૂટેરા’ ફિલ્મથી આ ચિત્ર સમૂળગું બદલાઈ ગયું. સોનાક્ષીએ અકીરા, નૂર અને ઈત્તેફાક જેવી ફિલ્મોમાં લીડ રોલ કર્યો જેમાં નારીપ્રધાન કથાઓ હતી. સોનાક્ષીએ તાજેતરમાં જણાવ્યું હતું કે પુરુષોના મુકાબલે મહિલાઓ ઓછી ‘ગોસિપ’ કરતી હોય છે. ડાયના પેન્ટી  અને સોનાક્ષીની એક ફિલ્મમાં બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની ‘ગોસિપ’ ફિલ્મી વર્તુળોમાં આવી ત્યારે આ મુદ્દે પુછાયેલા એક સવાલ પર સોનાક્ષીએ કહ્યું હતું કે પુરુષો વધુ અસુરક્ષિતતાની લાગણી અનુભવતા હોય છે અને ત્રીઓ કરતાં વધુ ગૉસિપ તેઓ કરે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer