શૂટિંગ માટે ભૂમિ પેડણેકર જશે ચંબલની કોતરોમાં

શૂટિંગ માટે ભૂમિ પેડણેકર જશે ચંબલની કોતરોમાં
બોક્સ અૉફિસની વાત આવે તો અભિનેત્રી ભૂમિ પેડણેકરનો ટ્રેક રેકોર્ડ ચોખ્ખો ચણાક છે. તેણે 2013માં યશરાજ ફિલ્મ્સની ‘દમ લગા કે હૈશા’ દ્વારા બૉલીવૂડમાં પદાર્પણ કર્યું. આ ફિલ્મને દર્શકો તેમ જ સમીક્ષકોએ ભારે વખાણી હતી અને ત્યાર બાદ ભૂમિએ આ વર્ષે (2017) બે જબરદસ્ત હીટ ફિલ્મો આપી ‘ટોઇલેટ: એક પ્રેમ કથા’ અને ‘શુભ મંગલ સાવધાન’ અને હવે ભૂમિ અભિષેક ચૌબે દ્વારા દિગ્દર્શિત આગામી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. આ ફિલ્મ માટે ભૂમિ ડિસેમ્બર મહિનામાં ચંબલ (મધ્ય પ્રદેશ)નો પ્રવાસ કરશે. ભૂમિ ફિલ્મના પોતાના રોલ સાથે પરિચિત થવા માટે ચંબલમાં એક અઠવાડિયું રહેશે. ફિલ્મમાં તેનો હીરો સુશાંત સિંહ રાજપૂત છે. આ ઉપરાંત ભૂમિ ફિલ્મનિર્માત્રી ઝોયા અખ્તરની આગામી શોર્ટ ફિલ્મમાં પણ કામ કરવાની છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer