મ્યુઝિકલ શોમાં ફરહાન આપશે કિશોરકુમારને શ્રદ્ધાંજલિ

મ્યુઝિકલ શોમાં ફરહાન આપશે કિશોરકુમારને શ્રદ્ધાંજલિ
બે વખત એકેડમી એવૉર્ડ જીતનારા ગાયક-સંગીતકાર એ. આર. રહેમાન, ફિલ્મસર્જક - લેખક - સંગીતકાર વિશાલ ભારદ્વાજ રૅપર બાદશાહ અને સંગીતકાર-ગાયક શંકર મહાદેવન બાદ અભિનેતા-ફિલ્મમેકર - ગાયક ફરહાન અખ્તર એ મ્યુઝિકલ ટીવી શૉ દ્વારા મહાન પાર્શ્વગાયક કિશોરકુમારને સંગીતમય શ્રદ્ધાંજલિ આપશે. આ શૉ એક કલાકનો હોઈ ફરહાન કિશોરદાનાં ગીતોની સાથોસાથ તેના પોતાનાં ગીતો ‘અતરંગી યારી’ (વઝિર), ‘આહિસ્તા આહિસ્સા’ (શાદી કે સાઇડ ઇફેક્ટ્સ), ‘હવન કુંડ’ (ભાગ મિલ્ખા ભાગ), ‘મંઝર નયા’ (રોક ઓન-2) અને ‘ગલ્લા ગુડીયાં’ (દીલ ધડકને દો) પણ ગિટાર પર પ્રસ્તુત કરશે. આ 43-વર્ષીય ગાયક -નિર્માતાએ કિશોર કુમાર સાથે સંકળાયેલા બચપણની યાદો તાજી કરતાં જણાવ્યું હતું કે તેના ઘરની દીવાલની પાછળ જ કિશોરદાનું ઘર હતું તેથી તેને કિશોરકુમારને જોવાની અવારનવાર ભારે ઉત્સુકતા જાગતી હતી. દેખીતી રીતે જ ફરહાનની ગાયકી પર કિશોરદાનો ભારે પ્રભાવ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer