ફ્લાઈટમાં વિલંબ થતાં મહિલાએ મંત્રીનો ઉધડો લીધો

ફ્લાઈટમાં વિલંબ થતાં મહિલાએ મંત્રીનો ઉધડો લીધો
ઈમ્ફાલ, તા. 22: ઈમ્ફાલ એરપોર્ટ ઉપર એક મહિલાએ કેન્દ્રીય મંત્રી કે.જે. અલ્ફોંસનો ઉઘડો લીધો હતો. વીવીઆઈપી પ્રોટોકોલને કારણે ફ્લાઈટ બે કલાક મોડી થતાં કેન્દ્રીય મંત્રીને ખરી ખોટી સંભાળવતા મહિલાનો વીડિયો પણ સામે આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહેલી મહિલા એક ડોક્ટર છે અને તેમને સંબંધીની અંતિમવિધિ માટે પટણા જવાનું હતું. જો કે પટણાની ફ્લાઈટ વીવીઆઈપી પ્રોટોકોલના કારણે બે કલાક મોડી થઈ હતી. મહિલાએ મંત્રીને કહ્યું હતું કે, પટણા જવા માટે તેમણે રજા લીધી છે પણ હવે તે સમયે પહોંચી શકે તેમ નથી. આ મામલે મંત્રી અલ્ફોંસે કહ્યું હતું કે, કોઈપણ જાતનો વિવાદ થયો નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer