લોન વૂલ્ફ એટેક ખાળવા એનએસજીને ખાસ તાલીમ

લોન વૂલ્ફ એટેક ખાળવા એનએસજીને ખાસ તાલીમ
નવી દિલ્હી, તા. 22: એનએસજી પોતાના કમાન્ડોને વાહનોના ઉપયોગથી થતા લોન વૂલ્ફ એટેકને રોકવા માટે ખાસ તાલીમ આપવા તૈયારી કરી રહ્યું છે. વિશ્વમાં અતિવ્યસ્ત માર્ગો ઉપર આતંકીઓ દ્વારા લોકોને વાહન નીચે કચડીને કરાતા હુમલાની સંખ્યા વધી રહી હોવાથી એનએસજી કમાન્ડોને ખાલ તાલીમ આપશે. તેમાં પણ કુંભ મેળામાં લોન વૂલ્ફ એટેકની ભીતિના કારણે તાલીમને વધુ ગંભીરતાથી લેવામાં આવી રહી છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે, એનએસજીના કમાન્ડો આ ખાસ તાલીમ લેવા માટે યુરોપિયન દેશોમાં જશે. અગાઉ આઈએસની વીડિયો ક્લિપ પણ બહાર આવી હતી જેમાં આતંકીઓને ઝેર,
ટ્રક વગેરે મારફતે આતંકી હુમલો કરવા કહેવામાં આવ્યું હતું.

આતંકી સાથે અથડામણ: જવાન શહીદ
શ્રીનગર, તા. 22 : જમ્મૂ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવેલા કેરન સેક્ટરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં એક જવાન શહીદ થયા છે. આ ઉપરાંત કેરન સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ નાકામ કરતા સેનાએ એક આતંકવાદીને ઠાર કર્યો હતો. સેનાના અધિકારીઓના કહેવા પ્રમાણે કુપવાડાના કેરનમાં આવેલી ચોકેન ચોકી નજીક સેના દ્વારા તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. તેવામાં છૂપાઈને બેસેલા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો અને અથડામણ શરૂ થઈ હતી. આ અથડામણમાં એક જવાન શહીદ થયા હોવાનું પણ કહ્યું હતું. બીજી તરફ ઘૂસણખોરનો પ્રયાસ નાકામ કરતા એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. આ અગાઉ ગઈકાલે પણ સેનાએ એન્કાઉન્ટરમાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીને ઢેર કર્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer