ચૂંટણી અને સંસદની તારીખો અથડાય નહીં તેમ શિયાળુ સત્ર યોજાશે: જેટલી

ચૂંટણી અને સંસદની તારીખો અથડાય નહીં તેમ શિયાળુ સત્ર યોજાશે: જેટલી
નવી દિલ્હી તા. 22: સંસદનું રાબેતાનું શિયાળુ સત્ર ફરી મળશે જેથી વિધાનસભાની ચૂંટણીઓ સાથે તેની સેળભેળ (ઓવરલેપ) ન થાય,  સત્રની તારીખ સાથે ચૂંટણીની તારીખો અથડાય નહીં એમ કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલીએ જણાવ્યુ હતું. શિયાળુ સત્ર તા. 1પ ડિસે.થી  પ જાન્યુઆરી દરમિયાન યોજાશે એમ સૂત્રો જણાવે છે.
ગઈ કાલે કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ગુજરાતની આગામી ચૂંટણીઓ ધ્યાને લઈને તેમ જ વિપક્ષો જે સવાલો ઉઠાવવા માગે છે તે વિશેની ચર્ચા નિવારવા મોદી સરકાર શિયાળુ સત્ર ટાળી દઈ રહી છે. વાહિયાત મુદ્દાઓ સબબ સરકાર શિયાળુ સત્રને રફેદફે કરી રહી હોવાના કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના આક્ષેપ નકારતાં જેટલીએ જણાવ્યુ હતું કે (વિધાનસભાની) ચૂંટણીઓ સાથે ઓવરલેપ ન થાય તે અંકે કરવા સંસદના સત્રના સમયપત્રક અગાઉ પણ અવારનવાર પુન: ઘડાયા છે. કોંગ્રેસ પણ કેટલીક વાર આવું કરી ચૂકી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer