રાફેલ સોદાનું સત્ય ન છૂપાવો: રાહુલ

રાફેલ સોદાનું સત્ય ન છૂપાવો: રાહુલ
સંસદ સત્ર યોજી રાફેલ મામલે શું થયું છે તે રાષ્ટ્રને સંભળાવવા પડકાર
 
નવી દિલ્હી, તા. 22: કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ સંસદનું શિયાળુ સત્ર યોજવા અને ફ્રાન્સ સાથેના રાફેલ સોદા અંગેના સવાલોના જવાબ આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લલકાર્યા છે. સત્ય તમારા છૂપાવ્યાથી છૂપું નહીં રહે. મોદીજી, છૂપાવવાનું છોડો અને સંસદ ખોલો,  જેથી રાફેલ મામલે તમે શું કર્યું તે રાષ્ટ્ર સાંભળી શકે એમ રાહુલે ટવીટ કર્યું છે.
ફ્રાન્સ સાથેના રાફેલના સોદા અંગે સરકાર પર અવારનવાર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ  સંરક્ષણ મામલે કોઈ જ અનુભવ ન ધરાવતી કંપનીને શા માટે કોન્ટ્રેકટ અપાયો એવા સવાલ પૂછતા આવ્યા છે. સરકારે સોદાને અંતિમ ઓપ  આપતી વેળા ઠરાવેલી કિંમત કરતા હવે પ્રત્યેક વિમાનનું ખર્ચ ખાસું વધારે થવાનું એવો આક્ષેપ કોગ્રેસે કર્યો છે.
મોદી સરકારે સંસદના શિયાળુ સત્રને રફેદફે (સેબોટેજ)કરી નાખ્યું છે એવો આક્ષેપ કરનાર કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાન સંસદનો સામનો કરવાની હિંમત ધરાવતા નથી એવો પ્રહાર પણ તાજેતરમાં કર્યો હતે. કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદે સંસદ તરફ રાહુલ-સોનિયાના એકાએક ઉમટેલા સમર્પણ ભાવ પર પ્રહાર કરતા ટકોર કરી હતી કે રાહુલે સત્રમાં હાજરી કેટલી આપી તે સવાલ અમારે કોંગ્રેસને કરવાનો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer