હવે ગુજરાતમાં પણ પદ્માવતી પ્રતિબંધિત

હવે ગુજરાતમાં પણ પદ્માવતી પ્રતિબંધિત
કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્ય સરકારે લીધેલો નિર્ણય

 

(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.22: રજૂઆત પૂર્વે વિવાદમાં વિરોધની આગથી દાઝી ગયેલી ફિલ્મ પદ્માવતી ઉપર આખરે ગુજરાતમાં પણ પ્રતિબંધની જાહેરાત કરી દેવામાં આવી છે. આમ, પંજાબ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાત ત્રીજું એવું રાજ્ય બન્યું છે જ્યાં આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની સરકારા દ્વારા પણ આ ફિલ્મને રજૂ થવા દેવા સામે અનિચ્છા દર્શાવી દેવામાં આવી છે.

 ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે એક પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ હોવાના કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે રાજ્યના ગૃહ મંત્રાલયે પદ્માવતી ફિલ્મ રજૂ કરવા ઉપર પ્રતિબંધ મુક્યો છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, સમાજના અમુક વર્ગોમાંથી તેઓને રજૂઆતો કરવામાં આવે છે એટલે આ નારાજગી અને તેમની લાગણીને ધ્યાનમાં રાખી જ્યાં સુધી આ ફિલ્મના વિવાદાસ્પદ મુદ્દાઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ ફિલ્મ ઉપર ગુજરાતમાં પ્રતિબંધ રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ફિલ્મને સેન્સરબોર્ડ મંજૂરી આપતી હોય છે .પરંતુ ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે તે સમયે કોઇ માહોલ ન બગડે તેની સાવચેતી માટે આ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.આ વાવાદનો અંત આવી જશે ત્યાં સુધી આ પ્રતિબંધ રહેશે.

 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer