સુખોઈથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ

સુખોઈથી બ્રહ્મોસનું સફળ પરીક્ષણ
ઈતિહાસ રચતું ભારત : સુખોઈની મદદથી હવે આકાશમાંથી ઘાતક બ્રહ્મોસ ઝીંકી શકાશે
નવી દિલ્હી, તા. 22 : ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ સુખોઈ-30એમકેઆઈ વડે દુનિયાની સૌથી ઝડપી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ બ્રહ્મોસનું સફળ પરીક્ષણ કરીને ભારતે ઈતિહાસ રચી દીધો છે. બંગાળની ખાડીમાં બ્રહ્મોસ મિસાઈલનું સુખોઈમાંથી સફળ પરીક્ષણ થયું હતું. ફાઈટર જેટમાંથી હુમલો કરવા માટેના પ્રયોગને સફળતા મળતા સુખોઈ અને બ્રહ્મોસને ‘ડેડલી કોમ્બિનેશન’ કહેવામાં આવી રહ્યું છે.
આ સફળ પરી હવાથી જમીન ઉપર હુમલો કરી શકતા બ્રહ્મોસનો ઉપયોગ હવે આતંકી ઠેકાણાને પણ નિશાન બનાવવા માટે થઈ શકશે. આ મિસાઈલ અંડરગ્રાઉન્ડ પરમાણું બંકરો, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર અને દરિયા ઉપર ઉડતા એરક્રાફ્ટને દૂરથી જ તોડી પાડવામાં સક્ષમ છે. ભારત સરકારે બ્રહ્મોસ માટે 27150 કરોડ રૂપિયાનો ઓર્ડર પણ આપી દીધો છે. આ માટે સેના, નેવી અને વાયુસેનાએ પણ રસ બતાવ્યો છે. 2016ના જૂન મહિનામાં ભારત મિસાઈલ ટેક્નોલોજી કન્ટ્રોલ રીઝીમના 34 દેશના સંગઠનમાં સામેલ થઈ જતા મિસાલઈની રેન્જનો મુદ્દો દૂર જ થઈ ગયો છે. ભારત હવે 450 કિલોમીટર રેન્જમાં હુમલો કરવા સક્ષમ બ્રહ્મોસનું પરિક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ઉપરાંત હાઈપરસોનિક વર્ઝન ઉપર પણ તૈયારી ચાલી રહી છે. જે અવાજ કરતા પાંચ ગણી ઝડપ ધરાવતું હશે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે સફળ પરીક્ષણ ઉપર ડીઆરડીઓ અને બ્રહ્મોસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer