જામનગર પંથકમાંથી ટ્રકની ઉઠાંતરી કરનાર ટોળકી ઝડપાઇ

ભાવનગર, તા.રર : વરતેજ બુધેલ ચોકડી પાસેથી એલસીબીના સ્ટાફે બાતમીના આધારે મૂળ ઉના તાબેના ગરાળ ગામના અને હાલમાં સિક્કા ગામે ગોકુલપુરી સોસાયટીમાં રહેતા ટ્રકચાલક કનમનસિંહ બાલુભા વાળા, સિહોરમાં ગોહિલનગરમાં રહેતા લાલા પ્રેમજી સરવૈયા તેમજ ટ્રક આગળ સ્કોર્પીયો કારમાં પાયલોટીગ કરતા સિક્કાની ભગવતી સોસાયટીમાં રહેતા વિજયસિંહ રૂપસિંહ ગોહિલ, સિહોરના કનાડ ગામના મયુરસિંહ હરદેવસિંહ ગોહીલ અને મહુવામાં રહેતા ઉઝેફા આરીફ શેખને ઝડપી લીધા હતા.
પોલીસે ટોરસ ટ્રક અને સ્કોર્પીયો કાર તેમજ છ મોબાઈલ મળી કુલ રૂ.8.રપ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં લાલા સરવૈયા, કનમનસિંહ વાળા, વિજયસિંહ ગોહિલ અને મયુરસિંહે સિક્કા જકાતનાકા પાસેથી ટ્રકની ઉઠાંતરી કરી હતી અને ઉઝેફા શેખ ટ્રક વેચવાનો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer