ખંભાળિયા: તબીબ યુવતીના આપઘાત કેસમાં શહેરના ઓર્થો. સર્જનને ત્યાં પોલીસ પહોંચી

મૃતક યુવતીના પિતાએ નોંધાવેલી ફરિયાદ સામે ભાવિ પતિ-સાસરિયાઓએ આગોતરા જામીન મેળવ્યા
ખંભાળિયા, તા.રર : ખંભાળિયા જીવીજે હાઈસ્કૂલ પાસે રહેતા નરેદ્રભાઈ લાઠિયાની પુત્રી રીંકલ (ઉવ.ર4)નો મૃતદેહ ગત તા.4ના રોજ વહેલી સવારે ખંભાળિયા રેલવે સ્ટેશનથી સલાયા ફાટક વચ્ચેના રેલ્વે ટ્રેક પરથી મળેલ હતો જે સ્યુસાઈડ કેશમાં રેલવે પોલીસ દ્વારા તપાસનો દૌર શરૂ કરવામાં આવતા યુવતીના પરિવારજનોનું પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવેલ હતું જેમાં તેમના પિતા દ્વારા યુવતીને ભાવિ પતિ આશિષ વાડોલિયા સાથે છેલ્લે ટેલીફોનીક વાતચીત થઈ હતી અને કેટલાક સમયથી મન મોટાવ ચાલતો હોવાનું જણાવાયા બાદ મૃતક તબીબ યુવતીના પિતાએ ભાવિ જમાઈ આશિષ છગનભાઈ વાડોલિયા, તેમના માતા નિર્મલાબેન છગનભાઈ તથા તેમના પિતા છગનભાઈ વાડોલિયા સામે ફરિયાદ નોંધાવી તેમની પુત્રીના સ્યુસાઈડમાં જવાબદાર ઠેરવ્યા હતા. પોલીસ દ્વારા અનેક દ્રઢ શંકાઓ અને મોબાઈલ કોલ ડીટેઈલનું ચેકીંગ હાથ ધરી તમામ વિગતો ખંભાળિયા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે. આ સ્યુસાઈડ કેશમાં મૃતક યુવતિ છ-આઠ મહિના અગાઉ જે હોસ્પિટલમાં નોકરી કરતી હતી તે તબીબ અંગે પણ શહેરમાં અનેક ચર્ચાઓ જાગી હતી ત્યારે પોલીસ દ્વારા તબીબનું પણ નિવેદન લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવતા તબીબ હાજર મળેલ ન હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતોમાંથી બહાર આવેલ છે. હાલ મૃતક યુવતિના પિતા દ્વારા સામા પક્ષે ભાવિ સાસરિયા વિરૂદ્ધ કરવામાં આવેલ ફરિયાદના લીધે સુરત સ્થિત સાસરિયાઓએ આગામી તા.30 સુધી આગોતરા જામીન લેવામાં આવતા કોર્ટે મંજૂર કરેલ હતા. 

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer