ખાંભા હાઇવે પર પુલના કામમાં બેદરકારી: યુવાને જીવ ગુમાવ્યો

ખાંભા હાઇવે પર પુલના કામમાં બેદરકારી:  યુવાને જીવ ગુમાવ્યો
ડાઈવર્ઝનનું બોર્ડ ન મુકાતાં પુલના સળિયા પર યુવાન ખાબકયો
 
ખાંભા તા.22:  ખાંભા ઉના સ્ટેટ હાઇવે ઉપર ખાડધાર અને બોરાળા વચ્ચે પુલનું કામ ચાલે છે. તેમાં  અંદાજે રોડથી અંદર  12 ફૂટ નીચે ખોદકામ કરી ખાડો કરવામાં આવ્યો છે. આ ખોદકામમાં  લોખંડ પાથરી આર.સી.સી.નું કામ ચાલુ છે ત્યારે ગત રાત્રી ના ઉના તરફ થી ડબલ  સવારીમાં કોદીયાના બે યુવાનો ખાંભા તરફ આવી રહ્યા હતા ત્યારે અંધારામાં આ યુવાનો સીધા જ આ ખોદકામ કરેલા ખાડામાં ખાબકયા હતા. એક યુવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ  નિપજ્યું હતું.
  સ્ટેટ હાઇવે ઉપર પુલના કામમાં નિયમ પ્રમાણે કામ ચાલુ હોય ત્યારે ડાઈવર્ઝનના  બોર્ડ ફરજીયાત મુકાવાના હોય છે ,ત્યારે આ કામ કરતા કોન્ટ્રકટરની બેદરકારીના કારણે આવા કોઈ બોર્ડ મુકાયા નહોતા. ઉનાથી ખાંભા તરફ આવતા કોદીયાના રતુભાઈ વાઘભાઈને અંધારામાં આ પુલના કામ અંગે કોઈ ખ્યાલ આવ્યો નહીં. આથી ડબલ સ્વારી બાઈક 12 ફૂટના  ખાડા માં ખાબકયું હતું. રતુભાઈ વાઘભાઈનું  ખાડામાં પુલના આર. સી.સી માટે પાથરવામાં આવેલ લોખંડના સળિયામાં માથું અથડાતા ઘટના સ્થળે જ મૃત્ય નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલા યુવાનને ગંભીર ઇજા પહોંચી છે. અકસ્માત બાદ  ખાડામાં લોહીના ફુવારા છૂટ્યા હતા.  આ કોન્ટાકટર સામે ગુન્હો દાખલ કરી મૃતકના પરિવારજનોને ન્યાય આપવા માંગ ઉઠી છે .

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer