માળિયામિંયાણાના ખાખરેચી પાસે રોડની વચ્ચે રેતીના ઢગલાથી વાહનચાલકો પરેશાન

માળિયામિંયાણાના ખાખરેચી પાસે રોડની વચ્ચે રેતીના ઢગલાથી વાહનચાલકો પરેશાન
પોલીસ અને ખાણખનીજ વિભાગની નજર તળે બેફામ રેતીચોરી
માળામિયાણા: માળીયામિંયાણાના ખાખરેચી પાંજરાપોળ પાસે રોડ વચ્ચે રેતીના ઢગલાથી નાના-મોટા વાહન ચાલકો પરેશાન છે. 
રોડની વચ્ચે જ રેતીના ખડકલાથી રોડ બ્લોક થઈ ગયો હતો, ખાખરેચી વેજલપર સહિતના ગામડાઓને જોડતો એકમાત્ર રોડ બિસમાર હાલતમાં હોવાથી વાહન ચાલકો પહેલાથી જ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમાં પણ રોડની વચ્ચે રેતીના ઢગલાથી નાના વાહનચાલકોના બાઈક સ્લીપ મારી જતા હોવાથી પડયા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે .
 તંત્ર બેધ્યાન બની તમાશો જોવામાં મશગુલ છે. રોડની વચ્ચે રેતીના ઢગલાથી રોડ બ્લોક થઈ ગયો હતો. જે ખાણખનીજ અને પોલીસતંત્રની દયાથી ચાલતા ખનીજ ભરેલા પચાસ ટનના ડમ્પરો તંત્રની મીઠીનજર તળે ચાલી રહ્યાનું લોખમુખે ચર્ચાઈ રહ્યુ છે. માળિયા તાલુકામાં આવી અનેક અસામાજિક પ્રવૃત્તિઓ ચાલી રહેલ છે  તંત્ર હપ્તા વસુલી કુંભકર્ણની નિંદ્રા માણી રહ્યંy છે. આ બિસમાર રસ્તા પર રેતીના ઢગલાથી ઘાંટીલા ખાખરેચી વેજલપર સહિતના લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે માળિયા પોલીસ અને ખાણખનીજ વિભાગના પગતળે ચાલતી રેતી ખનન પ્રવૃત્તિઓ સામે તંત્રની ચૂપકીદીથી અનેક સવાલો ઉભા થયા છે. છતાં પોલીસ કે ખાણખનીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer