બીજા ટેસ્ટમાં મુરલી વિજયની વાપસી નિશ્ચિત

બીજા ટેસ્ટમાં મુરલી વિજયની વાપસી નિશ્ચિત
નાગપુર, તા.22: શ્રીલંકા વિરૂધ્ધ શુક્રવારથી શરૂ થઇ રહેલ બીજા ટેસ્ટમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં અનુભવી ઓપનિંગ બેટસમેન મુરલી વિજયની વાપસી નિશ્ચિત બની છે. કારણ કે શિખર ધવન અંગત કારણોસર બીજા ટેસ્ટમાંથી ખસી ગયો છે. આ ઉપરાંત ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર પણ તેના લગ્નને લીધે બાકીના બન્ને ટેસ્ટમાં રમવાનો નથી.
આથી બીજા ટેસ્ટમાં મુરલી વિજયનું રમવું નિશ્ચિત બન્યું છે. તે ફરી એકવાર કેએલ રાહુલ સાથે મળીને ભારતીય દાવનો પ્રારંભ કરશે. આથી મુરલી વિજયની આઠ મહિના બાદ ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં વાપસી થશે. તે આખરી ટેસ્ટ 2પ માર્ચના ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમ્યો હતો. બાદમાં તે ઇજાને લીધે બહાર થઇ ગયો હતો. હવે તેણે રણજી ટ્રોફીમાં શાનદાર સદી ફટકારીને ફોર્મ પણ મેળવી લીધું છે. વિજય ભારત તરફથી પ1 ટેસ્ટ રમી ચૂકયો છે. જેમાં તેણે 39.62ની સરેરાશથી કુલ 3408 રન 9 સદી અને 1પ અર્ધસદીથી કર્યાં છે. જ્યારે ભુવનેશ્વરના સ્થાને અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્માને તક મળી શકે છે. નવોદિત ઓલરાઉન્ડર વિજય શંકર પણ રેસમાં રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer