દારૂ વેચવાનો નવો નુસ્ખો:પાણીના પાઉચમાં દારૂ વેચતો શખસ પકડાયો

દારૂ વેચવાનો નવો નુસ્ખો:પાણીના પાઉચમાં દારૂ વેચતો શખસ પકડાયો
રાજકોટ, તા. 14: દેશી દારૂ વેચતા બુટલેગરો દ્વારા પોલીસને થાપ આપવા માટે અવનવા નુસ્ખા અજમાવવામાં આવે છે. આ જ રીતે પોલીસને ચકમો આપવા માટે પાણીના પાઉચમાં દારૂનું વેચાણ કરી રહેલા મોરબી રોડ પરની બેડી ચોકડી પાસે રહેતાં મહંમદસહેઝાદ ફૈયાઝ અહેમદ સૈયદ નામના શખસને પોલીસે ઝડપી લીધો હતો.
મોરબી રોડ પર વેલનાથપરામાં પંચરની દુકાન પાસે પાણીના પાઉચમાં એક શખસ દારૂનું વેચાણ કરી રહ્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચના ઇન્સ. ગઢવીના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. કે.કે.જાડેજા અને તેમના મદદનીશો ડાહ્યાભાઇ અને વિરદેવસિંહ વગેરેએ મોરબી રોડ પર પહોંચી જઇને એ શખસને ઝડપી લીધો હતો. પકડાયેલા શખસે તેનું નામ મહંમદસહેઝાદ ફૈયાઝઅહેમદ સૈયદ હોવાનું અને તે મોરબી રોડ બેડી ચોકડી પાસે રહેતો હોવાનું જણાવ્યું હતું. તેની પાસેથી રોયલ લખેલ પાણી પાઉચમાં દારૂ ભરેલા 35 પાઉચ મળી આવ્યા હતાં. પોલીસે દેશી દારૂ ભરેલા એ પાઉચ કબજે લઇને તે દારૂ કયાંથી અને કેવી રીતે લાવ્યો તે અંગે તપાસ શરૂ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer