શિયાળુ વાવણીનો વિસ્તાર 88% વધ્યો

શિયાળુ વાવણીનો વિસ્તાર 88% વધ્યો
ચણા, જીરૂ અને રાયડા જેવા પાકોનું બમ્પર વાવેતર: વાવણીનો જોરશોરથી પ્રારંભ
 
રાજકોટ, તા. 14: ગુજરાતમાં ચોમાસું બાર આની જેવું રહ્યું એની સીધી અસર શિયાળુ પાકોની વાવણી પર દેખાઇ છે. ખેડૂતો જોરશોરથી ઠંડીની સિઝનના પાકોનું વાવેતર કરવા લાગ્યા છે, પરિણામે વાવેતર આગલા વર્ષ કરતા 88 ટકા વધારે થયું છે.
રાજ્યના કૃષિ ખાતાએ બહાર પાડેલા આંકડાઓમાં 8.50 લાખ હેક્ટરમાં વાવણી થઇ હોવાનું જાણમાં આવ્યું છે.ગયા વર્ષમાં આ સમયે ફક્ત 4.51 લાખ હેક્ટરમાં વાવેતર હતુ.પાણીની સગવડ મોટાંભાગના જિલ્લાઓમાં સારી છે. છતાં ક્યાંક ક્યાંક પાછોતરા વાવેતર થાય તો પાણીની તકલીફ સર્જાવાની શક્યતા દેખાય છે. જોકે ખેડૂતો હાલ તો એ માટે ચિંતા કરતા નથી. વાવેતર પુરજોશમા ંચાલવા માંડયું છે.
સરકારી આંકડાઓ પ્રમાણે ચણા, રાયડો, જીરૂ અને સવાના વાવેતર માટે ખેડૂતોને તીવ્ર રસ દેખાયો છે. એ ઉપરાંત લસણ અને વરિયાળીના વિસ્તારો પણ ખૂબ સારાં રહેશે તેવું આરંભિક અહેવાલ પરથી લાગી રહ્યું છે.
ઘઉંનું વાવેતર રવી સિઝનમાં વધારે થતું હોય છે પરંત ગયા વર્ષ કરતા વેગ સારો છે, એકંદરે બીજા પાકની સાથે તુલના કરીએ તો વાવણી દીમી છે. ઘઉંનોવિસ્તાર એ જોતા સિમિત રહેવાની શક્યતા ખરી. ગુજરાતમાં 20 ડિસેમ્બર સુધીરવી પાકોનું વાવેતર થતું હોય છે એ જોતા હવે મહિના સુધી વાવણીની સિઝન ચાલશે. ખેડૂતોને જીરૂ અને ચણાનો ભાવ ખૂબ સારો મળ્યો છે એટલે ખેડૂતોનો ઝુકાવ એ બે પાક તરફ વધારે રહેશે. ઘઉંમાં મંદીની અસર દેખાય તો નવાઇ નહીં. ઘઉંના ભાવ તળિયે જતા રહ્યા છે તેની અસર કદાચ વાવેતર પડશે. જોકે હાલના આંકડાઓ  પરથી એવું જણાતું નથી. સમય જતા સ્થિતિ વધારે સ્પષ્ટ બનશે.
-----------
ગુજરાતમાં વાવેતર
પાક       2016   2017
ઘઉં        0.29    1.10
મકાઇ     0.31    0.37
ચણા      0.37    1.10
રાયડો     1.31    1.92
શેરડી     0.08    0.19
જીરુ      0.36    0.59
ધાણા     0.08    0.07
લસણ    0.00    0.06
સવા      0.05    0.10
વરિયાળી 0.05    0.17
ડુંગળી    0.04    0.04
બટાટા    0.29    0.11
(વાવેતર લાખ હેક્ટરમાં)

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer