જૂનાગઢ કૃષિ યુનિ.એ 53 પાકોની નવી જાત વિકસાવી: 20 જાત બહાર પાડી

મગફળી, દિવેલા, તલ અને બાજરીનો સમાવેશ
જૂનાગઢ : જૂનાગઢ કૃષિ યુનિ. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણના થંભ ઉપર કાર્યરત છે. તેમાં 53 નવી જાતો વિકસાવાઇ છે. તે પૈકી 20 જાતોને રાષ્ટ્રીય અને રાજકીય સ્તરે બહાર પાડવામાં આવી છે.
કૃષિ યુનિવર્સિટી દ્વારા અત્યાર સુધીમાં 466 ખેડૂત ઉપયોગી તેમજ 191 વૈજ્ઞાનિકો માટે ભલામણો બહાર પડાઇ છે. આ સંશોધનોના પરિણામ સ્વરૂપે યુનિ. દ્વારા મુખ્ય પાકોની 53 નવી જાતો વિકસાવવામાં આવી છે.
યુનિ. દ્વારા હાલમાં જ મગફળીની જીજેજી 32 જાત વિકસાવવામાં આવી છે. દિવેલામાં શંકત જાત જી.સી.એચ.-9 રાજ્ય કક્ષાએ વિકસાવી છે. આ માટે વર્ષ 2009માં ઓલ ઇન્ડિયા કો-ઓર્ડીનેટર રીસર્ચ સેન્ટર તરીકેનો એવોર્ડ મળ્યો છે.
ઉપરાંત ઘઉંની જીડબલ્યુ-366 જાત વિકસાવી છે જે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોમાં પ્રચલીત છે. સુકારા સામે રક્ષણ આપતી યુનિ.એ વિસાવેલ ચણાની જીજેજી-46 જાત દાળિય બનાવવા માટે ખૂબ જ જાણીતી છે. સામાન્ય રીતે તલની ખેતી સૌરાષ્ટ્રમાં ચોમાસામાં કરવામાં આવે છે.
પરંતુ યુનિ. દ્વારા સંશોધિત ગુજરાત તલ-2, ગુજરાત તલ-3 અને ગુજરાત તલ-5 નામની જાતોથી હવે ખેડૂતો ઉનાળામાં પણ તલની ખેતી કરી શકશે. આ જાતોમાં ઉનાળામાં હેકટરે 1200 કિ.ગ્રા.નું ઉત્પાદન આપનાર છે. ચોમાસાના પ્રમાણમાં લગભગ બમણું છે. યુનિ.ના જામનગર ખાતેના બાજરા સંશોધન કેન્દ્રમાં બાજરાની વિકસાવેલ સાત જાતો પૈકી જી.એચ.બી. 558 જાત ચોમાસું ઉનાળુ અને અર્ધ શિયાળુ માટે અનુકૂળ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer