12પ0 ડિટોનેટર અને 1700 જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો

12પ0 ડિટોનેટર અને 1700 જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાયો
નર્મદાના ગરૂડેશ્વર પાસેથી એક શખસ પકડાયો: SOG દ્વારા તપાસ
 
રાજકોટ, તા. 14: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર ગામ પાસે વિસ્ફોટના જથ્થા સાથે એક શખસને પોલીસે ઝડપી લીધો હતો.
ગરૂડેશ્વર પાસેથી પસાર થનાર એક શખસ પાસે વિસ્ફોટકનો મોટો જથ્થો હોવાની ચોકકસ બાતમીના આધારે નર્મદાની એસઓજીની ટીમે વોચ ગોઠવીને એ શખસને ઝડપી લીધો હતો. આ શખસ પાસેથી 1700 જેટલી જીલેટીનની સ્ટીક અને 1250 ડિટોનેટર મળી આવ્યા હતાં. આ શખસ વિસ્ફોટકનો જથ્થો કયાંથી અને કેવી રીતે લાવ્યો? આ વિસ્ફોટકનો શુ ઉપયોગ કરવાનો હતો? તેના સહિતની વિગતો મેળવવા માટે એ શખસની સઘન પૂછપરછ ચાલી રહી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે જ આટલા મોટા પ્રમાણમાં ડિટોનેટર અને જીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાતા નર્મદા જિલ્લા ચૂંટણી તંત્રને પણ જાણ કરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer