સરકારી ગ્રાન્ટથી અધ્યાપકોની વિદેશ સફર બંધ: UGCનો નિર્ણય

IQACને મળતી ગ્રાન્ટ બંધ, કોલેજો-યુનિ.ને મળતી ગ્રાન્ટો બંધ, ખેલાડીઓની ફી માફી પણ બંધ
 
રાજકોટ, તા. 14: હવે યુનિવર્સિટીઓ સાથે સંકળાયેલા કોલેજ અધ્યાપકો સરકારી ગ્રાન્ટથી દેશ-વિદેશની સફર નહીં માણી શકે, યુજીસીએ તેમની ટ્રાવેલ ગ્રાન્ટ બંધ કરી દીધી છે. અત્યાર સુધી વિદેશોમાં યોજાનારી કોન્ફરન્સ, સેમિનાર, વર્કશોપમાં સામેલ થવા અધ્યાપકોને યુજીસીની મોટી ગ્રાન્ટ મળતી હતી. એટલું જ નહી, કોલેજ અધ્યાપકોને મળતી માઇનોર રિસર્ચ પ્રોજેકટની ગ્રાન્ટ પણ બંધ થઇ ગઇ છે.
કોલેજોને 8 તબક્કામાં અને યુનિવર્સિટીઓને 7 તબક્કામાં મળતી ગ્રાન્ટ પણ હવે નહીં મળે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુજીસી ગ્રાન્ટ આધારિત નાના-મોટા દશેક રિસર્ચ પ્રોજેકટ ચાલે છે, તેને પણ અસર પહોચવાની સંભાવના છે.
યુનિવર્સિટીઓના ભવનોના નિર્માણ માટે પણ હવે યુજીસી પાસેથી રૂપિયા નહીં મળે. અધ્યાપકો સાથે સ્પોર્ટસમેનને પણ ઝટકો લાગ્યો છે. મેડલ વિજેતા, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવા જતાં ખેલાડીઓને ફી માફી મળતી હતી. યુજીસીએ એ ગ્રાન્ટ પણ બંધ કરી છે.
સેમિનારો, વર્કશોપ, સિમ્પોજિયમ, આઇકયુએસી માટે અપાતી ગ્રાન્ટ પણ બ્લોક કરી દેવામાં આવી છે. યુજીસીની ગ્રાન્ટના નામે સેમિનારો, વર્કશોપ, સિમ્પોજિયમ બહુ થતાં હતાં. તેમાં એક બાજુથી યુજીસીની ગ્રાન્ટ લેવામાં આવે, બીજી બાજુથી પાર્ટીસીપેન્ટસ પાસેથી રૂા. 1000, 1200, 1500 જેવી ફી ઉઘરાવાતી હતી. આ બધુ હવે અટકશે.
યુનિવર્સિટીઓની ગ્રાન્ટ બંધ
- કોઇ ખાસ ઉદ્શે માટે સહાયક અધ્યાપકો રાખવાની ના.
- સ્પોર્ટસ માટે ભવન કે ઉપકરણની ગ્રાન્ટ નહીં.
- ઇન્ટર્નલ કવોલીટી એન્સ્યુરન્સ સેલ- આઇકયુએસીને મળતી ગ્રાન્ટ બંધ.
- સ્પોર્ટસમાં મેડલ વિજેતા, નેશનલ, ઇન્ટરનેશનલ ખેલાડીઓની ફી માફી બંધ.
- યુનિવર્સિટીઓમાં સામાજિક દાયિત્વ અને સામુદાયિક કાર્ય માટે સેન્ટરની ગ્રાન્ટ બંધ.
કોલેજોની ગ્રાન્ટ બંધ
- અધ્યાપકોને મળનારી ટ્રાવેલ ગ્રાન્ટ બંધ.
- માઇનર રિસર્ચ પ્રોજેકટની ગ્રાન્ટ બંધ.
- ભવનોના નિર્માણની ગ્રાન્ટ બંધ.
- રમતગમતના સાધનોની ગ્રાન્ટ બંધ.
- ઈંચઅઈ માટે મળતી ગ્રાન્ટ બંધ.
- શિક્ષકો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામની ગ્રાન્ટ બંધ.
- સેમીનાર, કોન્ફરન્સ, સિમ્પોજિયમની ગ્રાન્ટ બંધ.
ઙવ.મ. કરનારાના ઇક્રિમેન્ટ પણ બંધ
જે લોકો પીએચ.ડી કરતા હોય તેમને ગુજરાત સરકાર તરફથી જ ઈજાફા (ઇક્રિમેન્ટ) મળતા હતા. તે બંધ કરાયા છે. સૌરાષ્ટ્ર યુનિ. અંગ્રેજી ભવનના વડા ડો.જયદીપસિંહ ડોડિયાના જણાવ્યા અનુસાર પીએચ.ડીના જે ઉમેદવારો નોકરી ન કરતા હોય તેને 4 અને નોકરી કરતા હોય તેને 3 ઇક્રિમેન્ટ મળતા હતા પરંતુ ગુજરાત સરકારના અધિકારીઓએ એ પણ બંધ કરાવ્યા છે. ઉચ્ચ શિક્ષણના સંપૂર્ણ વ્યાપારીકરણ તરફ કેન્દ્ર અને ગુજરાત સરકાર જઈ રહી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer