સેકસ વીડિયોની સિક્વલ !

સેકસ વીડિયોની સિક્વલ !
હાર્દિક પટેલની કથિત મોજમસ્તીના
વધુ વીડિયો વાયરલ થતાં સનસનાટી
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.14: હાર્દિક પટેલને ભીંસમાં લેવા તેમની મોજમસ્તીના કથિત વધુ વીડિયો વાઇરલ થયા છે. ગઇકાલે હાર્દિક પટેલના યુવતી સાથેના કથિત વીડિયો બાદ આજે સવારે હાર્દિક અને અન્ય બે યુવાનો, યુવતી સાથે મોજમસ્તી અને દારૂ પીતા હોય તેવા વધુ ત્રણ વીડિયો યુ-ટયૂબ પર અપલોડ કરાયા છે. અપલોડ કરાયેલા વીડિયોમાં  હાર્દિક પટેલ જ છે તેની કોઇ પુષ્ટી કરવામાં આવતી નથી. હાર્દિકના કહેવાતા નવા વીડિયો વાઇરલ થતાં પાસ અને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે, હાર્દિકના કહેવાતા નવા વીડિયો વોટસએપ સહિત સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
પાસના આગેવાન નેતા હાર્દિક પટેલનો ગઇકાલે યુવતી સાથેનો કથિત વીડિયો વાઇરસ થતાં ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં હાર્દિક પટેલ જેવો દેખાતો યુવક યુવતી સાથે રૂમમાં લાઇટ બંધ કરીને અંગત પળો માણતો જોવા મળ્યો હતો. દરમિયાન આજે સવેરા યુ ટયૂબ પર હાર્દિક એન્ડ ગેંગના નામના વધુ ત્રણ કથિત  વીડિયો અપલોડ થયા છે. ડે આફટર ધ ન્યાય યાત્રા ઇન બોટાદ, હાર્દિક પટેલ એન્ડ ગેંગ ઇન્ડલજિંગ ઇન વ્હિસ્કી એન્ડ વુમન નામના પ્રથમ વીડિયોમાં તા.23 મે, 2017 અને રાત્રે 12.17નો સમય બતાવે છે,  જ્યારે ન્યાય યાત્રાના બીજા દિવસનો બીજો વીડિયો 22 મે, 2017ના રાત્રે 11.40નો સમય દર્શાવે છે અને ત્રીજો વીડિયો 22 મે 2017ના રાત્રીના 23.38નો સમય બતાવે છે.  આ વીડિયો સાથે કથિત ટિપ્પણીઓ પણ લખવામાં આવી છે.
નોંધવું ઘટે કે, ગઇકાલે જે કથિત વીડિયો બહાર આવ્યો હતો તે 17 મે, 2017ના રોજનો હતો. જેમાં હાર્દિક પટેલના માથામાં વાળ જણાય છે જ્યારે આજે અપલોડ કરાયેલા ત્રણ કથિત વીડિયોમાં હાર્દિક જેવા દેખાતો યુવક અને અન્ય બે યુવકોએ માથામાં મુંડન કરાવેલ જણાય છે. વધુ ત્રણ વીડિયો બહાર આવતા ગુજરાતના રાજકારણમાં અને પાસના આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે.
--------------
પાસ કરશે વીડિયોની તપાસ
(ફૂલછાબ ન્યૂઝ)
અમદાવાદ, તા.14 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મોહાલમાં પાસના કન્વીનર હાર્દિક પટેલને કથિત રીતે સાંકળતા બે સેક્સ વીડિયો વાયરલ થતાં રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આ વીડિયો સંદર્ભે હાર્દિક પટેલે ભાજપ સામે દોષારોપણ કર્યુ છે. જો કે પાસ હાર્દિક પટેલના આ કથિત સેક્સ વીડિયોની પોતાની રીતે તપાસ કરશે. પાસની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયાએ કહ્યું હતું કે, પાસ અત્યારે કોઇ પોલીસ ફરિયાદ કરવાનું નથી. સીડીની પાસ પોતે પોતાની રીતે તપાસ કરશે, જે ચાર-પાંચ દિવસમાં પૂર્ણ થયા બાદ પોલીસ ફરિયાદ અંગે નિર્ણય લેશે.
આગામી 18મી નવેમ્બરે માણસામાં યોજાનારી સભામાં આ કથિત સીડી વાઇરલ થયા બાદ પણ લોકો મોટી સંખ્યામાં ઉમટશે તેવો દાવો કરતા દિનેશ બાભંણિયા એમ પણ કહે છે કે માણસાની સાંજની સભામાં હાર્દિક પટેલને મળનારા જનસમર્થનના આધારે કથિત સીડીના મામલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer