દીપિકાએ કહ્યું, ‘પદ્માવતી’ની રિલીઝને કોઇ રોકી નહીં શકે

દીપિકાએ કહ્યું, ‘પદ્માવતી’ની રિલીઝને કોઇ રોકી નહીં શકે
નવી દિલ્હી, તા.14 : ફિલ્મ ‘પદ્માવતી’ની રજૂઆતને લઈને જાગેલા વિવાદ વચ્ચે ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પાદૂકોણે જણાવ્યું હતું કે ફિલ્મની રિલીઝને કોઈ રોકી શકશે નહીં. તેણે કહ્યું કે ફિલ્મ ઉદ્યોગનું સમર્થન બતાવે છે કે આ માત્ર પદ્માવતીની વાત નથી, અમે આનાથી પણ ઘણી મોટી લડાઈ લડી રહ્યા છીએ. બીજીતરફ ભાજપ નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ દીપિકા પર પલટવાર કર્યો હતો.
સ્વામીએ દીપિકાની ડચ નાગરિકતાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દીપિકા પાદૂકોણ કઈ રીતે અમારી નિંદા કરી શકે કેમકે તે તો ભારતીય પણ નથી. સ્વામીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે અભિનેત્રી આપણને પછાતપણાને લઈને લેક્ચર આપી રહી છે. આ દેશ ત્યારે જ વિકાસ કરી શકે છે કે જ્યારે તે તેની નજરમાં પાછળ જઈ
રહ્યો હોય.
પદ્માવતીના વિરોધ અંગે દીપિકાએ જણાવ્યું હતું કે આ ડરાવનારું છે. નિ:સંદેહ બહુ ભયભીત કરાવનારું છે. એક રાષ્ટ્ર તરીકે આપણે ક્યાં પહોંચી ગયા છીએ.
પદ્માવતી એ સંજય લીલા ભણશાલીની એવી ત્રીજી ફિલ્મ છે કે જેમાં દીપિકા પાદૂકોણે તેમના નિર્દેશનમાં કામ કર્યું છે. આ પહેલાં તે ‘ગોલિયોં કી રાસલીલા: રામ-લીલા’ અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આધારિત ‘બાજીરાવ મસ્તાની’માં કામ કરી ચૂકી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer