નકલી દસ્તાવેજના આધારે શાહરુખે મુંબઇમાં વિલા ખરીદ્યો !

નકલી દસ્તાવેજના આધારે શાહરુખે મુંબઇમાં વિલા ખરીદ્યો !
અલીગઢનો આલિશાન બંગલો વિવાદમાં : અભિનેતા પર કાનૂની ચક્કરની તોળાતી તલવાર
નવી દિલ્હી, તા.14 : મુંબઈના અલીબાગમાં આલીશાન વિલા બનાવનારા અભિનેતા શાહરુખ ખાન સામે મુશ્કેલી આવી શકે છે. આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે અભિનેતાએ આ વિલા બનાવવા માટે દસ્તાવેજો સાથે છેડછાડ કરી છે. જો આવું હોય તો વિલાના નિર્માણના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ શાહરુખ કાનૂની ચક્કરમાં ફસાઈ શકે છે.
એક મેગેઝિનના અહેવાલ મુજબ મુંબઈના અલીબાગમાં શાહરુખ દ્વારા બનાવવામાં આવેલી લક્ઝરી વિલા શંકાના દાયરામાં છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે વિલા બનાવવા માટે શાહરુખે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ વિલા માટે અભિનેતાએ દક્ષિણ મુંબઈના સમુદ્ર તટ પાસે ખેતીની જમીન ખરીદવા માટે એક કંપનીને કથિત રીતે રજૂ કરી છે. જમીન માટે આ કંપનીને દર્શાવવા માટે શાહરુખ દ્વારા કથિત કંપનીને 8.45 કરોડની લોન આપ્યાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
સુરેન્દ્ર ધાવલે નામના ફરિયાદીએ કહ્યું કે શાહરુખે નિયમોનું ઉલ્લંઘન કરીને અહીં મરમ્મતના નામે નવેસરથી બંગલો બનાવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે શાહરુખનો અલીબાગ સ્થિત આ બંગલો પાંચ એકરમાં ફેલાયેલો છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અભિનેતાએ વિલા બનાવવા માટે તટીય વિસ્તારોના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer