યુરીનમાંથી યુરીઆનો પ્રયોગ સૂચવતા ગડકરી

યુરીનમાંથી યુરીઆનો પ્રયોગ સૂચવતા ગડકરી
આયાત નિર્ભરતા ઘટાડવાનો ખયાલ
નવી દિલ્હી તા. 14:  યુરીઆ બનાવવા દરેક તહેસીલ/ તાલુકામાં માનવ મૂત્ર (હ્યુમન યુરીન) બનાવવાની બેન્ક હોવી જોઈએ એમ માર્ગ પરિવહન અને ધોરી માર્ગો માટેના કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુ હતું. આ યુરીઆને પછી ખાતર બનાવવા વાપરી શકાય અને ખેડૂતને આપી શકાય. યુરીઆની આયાત પરની ખેડૂતોની નિર્ભરતા ઘટાડવાનો વિચાર આની પાછળ રહેલો છે. માનવ મૂત્રમાં ખાસી માત્રામાં નાઈટ્રોજન રહેલું હોય છે, પરંતુ તે વેડફાય છે એમ જણાવી ગડકરીએ ઉમેર્યુ હતું કે વેસ્ટનું સંપત્તિમાં રૂપાંતર કરવાનો મને નાદ છે. મને લાગે છે કે આ આઈડિયા અજમાવી જોવામાં કંઈ હાનિ નથી.
શરૂઆતના ટેસ્ટ નાગપુર પાસેના ધાપેવાડા ખાતે લેબોરેટરીમાં હાથ ધરાશે. ખેડૂતોએ તે દસ લીટરના પ્લાસ્ટિક કેનમાં યુરીન એકઠું કરી લાવવાનું રહેશે અને તેને તાલુકા મથકોએ લાવવાનું રહેશે. તેઓને લીટર દીઠ એક રૂપિયો મળશે.
ફોસ્ફરસ અને પોટેશ્યમ માટેના ઓર્ગનિક સબસ્ટિટયુટ (સેન્દ્રિય વિકલ્પો) અમારી પાસે છે જ જો તેમાં નાઈટ્રોજન ઉમેરાય તો તે છોડ માટે તે આદર્શ પુષ્ટીદાયક નીવડી શકે એમ ગડકરીએ જણાવ્યુ હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer