સાઉદી અરબમાં યોગને રમત તરીકે મળી માન્યતા

સાઉદી અરબમાં યોગને રમત તરીકે મળી માન્યતા
હવે લાયસન્સ લઈને યોગ શિખાડી શકાશે : મોરવાઈના પ્રયાસોને સફળતા
રિયાધ, તા. 14 : ભારતમાં એક તરફ જ્યાં યોગ અને ધર્મને લઈને વિવાદ છેડાતા રહે છે ત્યાં ઈસ્લામિક દેશ સાઉદી અરબમાં યોગને એક રમતના રૂપમાં ઔપચારિક માન્યતા આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે.
સાઉદી અરબના વ્યાપાર અને ઉદ્યોગ મંત્રાલયે રમતગમત પ્રવૃત્તિ તરીકે યોગ શિખાડવાને માન્યતા આપી દીધી છે. હવે સાઉદીમાં લાયસન્સ લઈને યોગ શિખાડી શકાશે.
ઉલ્લેખનીય છે કે નોફ મોરવાઈ નામનાં એક મહિલાને સાઉદી અરબની પહેલી યોગ પ્રશિક્ષકનો દરજ્જો પણ મળી ગયો છે. સાઉદીમાં યોગને પ્રોત્સાહન આપવાનો અને ખેલ તરીકે માન્યતા અપાવવાનો શ્રેય પણ નોફને જ અપાય છે. નોફે એ માટે લાંબો સમય અભિયાન ચલાવ્યું છે. અરબ યોગા ફાઉન્ડેશનની સ્થાપક નોફના જણાવ્યા અનુસાર, યોગ અને ધર્મ વચ્ચે કોઈ ટકરાવ નથી.
2014ની 21મી જૂને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પણ યોગને વૈશ્વિકસ્તરે માન્યતા મળી હતી, અને હવે દર વર્ષે 21મી જૂને વિશ્વભરમાં યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer