લંડનમાં બસો ઉપર ‘બલુચિસ્તાનને મુકત કરો’ લખેલા પોસ્ટરથી પાક. બેબાકળું

લંડનમાં બસો ઉપર ‘બલુચિસ્તાનને મુકત કરો’ લખેલા પોસ્ટરથી પાક. બેબાકળું
નવી દિલ્હી તા. 14: વર્લ્ડ બલોચ ઓર્ગનાઈઝેશનની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ અને સેન્સર (કાપકૂપ) મૂકવાના પાક સરકારના પ્રયાસ છતાં બલોચિસ્તાનને સ્વાતંત્રય આપવા માગણી કરતી  જોરદાર વિજ્ઞાપન ઝુંબેશ હાથ ધરાઈ છે: લંડનની સો જેટલી જાહેર પરિવહન બસો ઉપર ફ્રિ બલોચિસ્તાન-લખેલા પોસ્ટર્સ લગાડાયા છે. આ ઝુંબેશ પાકને ફરી આકુળવ્યાકુળ કરશે તે નકકી છે.  બલોચિસ્તાનમાં પાક દ્વારા માનવ અધિકારોનું ઉલ્લંઘન થતું હોવા વિશે જાગૃતિ ઉભી કરવા લંડનમાંની ઝુંબેશનો આ ત્રીજો તબકકો છે. પહેલા ટેક્ષીઓ પર, પછી રોડની બાજુએ બિલબોર્ડ લગાડવામાં આવ્યા હતા એમ સંસ્થાના પ્રવકતા ભવાલ મેંગાલે જણાવ્યુ હતુ. આગલી વિજ્ઞાપન ઝુંબેશોથી પાકને બેબાકળુ જ નહીં, બદનામ પણ થયુ હતું.
ઈસ્લામાબાદમાંના બ્રિટીશ હાઈ કમિશ્નરને બોલાવી આ બારામાં વિરોધ નોંધાવાયો હતો.. પાક અધિકારીઓએ આને બદઈરાદાભરી  અને પાકવિરોધી ગણાવી હતી.
દરમિયાન પાકની બહાર રહેતા કેટલાક અગ્રણી બલોચીઓએ તેઓના ધ્યેય સારુ ટેકો મેળવવા રેલી કાઢી હતી અને કોઈ દબાણ સામે ન ઝૂકવા કૃતનિશ્ચયી હોવા જણાવ્યુ હતું

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer