સુખોઇ ફાઇટર જેટથી બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરાશે

સુખોઇ ફાઇટર જેટથી બ્રહ્મોસ મિસાઇલનું પરીક્ષણ કરાશે
નવી દિલ્હી, તા. 14: દુશ્મનના પ્રદેશમાં અંદર સુધી ઘૂસીને પ્રહાર કરવાની ક્ષમતા વધારવા ભારત ચાલુ માસે જ પહેલીવાર સુખોઇ યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ મિસાઇલ છોડવાનું પરિક્ષણ કરશે. ધ્વનિની ગતિ કરતા 3 ગણી વધુ ગતિથી પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનાં સુખોઇ ફાઇટર જેટમાંથી પરિક્ષણ વિશે નિષ્ણાતોનું કહેવું છે કે, આ મિસાઇલ જયારે સુખોઇમાંથી છૂટશે ત્યારે 3200 કિલોમીટર સુધીના અંતરે નિશાનને ચોકસાઇથી સાધી શકશે.
 બ્રહ્મોસ મિસાઇલ અંડરગ્રાઉન્ડ પરમાણુ બંકરો, કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર્સ અને સમુદ્ર ઉપર ઉડતા વિમાનને દૂરથી નિશાન બનાવવા માટે પણ સક્ષમ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer