અરવલ્લીના માલપુર પાસે ટ્રક- ટેન્કર ટકરાતાં છ શ્રમજીવીના મૃત્યુ

અરવલ્લીના માલપુર પાસે ટ્રક- ટેન્કર ટકરાતાં છ શ્રમજીવીના મૃત્યુ
અકસ્માત બાદ ટ્રેકટર ઢસડાતા એક દુકાન અને એક મકાનનો ખુરદો: 13 મજૂરોને ઈજા

મોડાસા,તા.14 : અરવલ્લી જિલ્લાના માલપુરના અંબાલિયા પાસે ટ્રક-ટ્રેક્ટર વચ્ચે મંગળવારે વહેલી સવારે સર્જાયેલ જીવલેણ અકસ્માતમાં ચાર પુરુષ અને બે મહિલાઓ મળી 6 શ્રમજીવી મજૂરોના કમકમાટીભર્યા મૃત્યુ નિપજ્યા હતા ,જ્યારે અન્ય 13 મજૂરો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા છે.
 માલપુર ગોધરા સ્ટેટ હાઇવે પર અંબાલિયા ગામ પાસે વહેલી પરોઢે ત્રણ વાગ્યાના સુમારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની વિગતો મુજબ  , એક ટ્રક ચાલકે ટ્રેક્ટરને પાછળથી અડફેટે લેતા ટ્રેક્ટરમાં સવાર 6 મજૂરોના કરુણ મૃત્યુ  નીપજ્યા હતા. જ્યારે  ટ્રેક્ટરમાં સવાર અન્ય 13 લોકો શ્રમજીવીઓ ઈજાગ્રસ્ત  થયા હતા .આ તમામ ઇજાગ્રસ્તોને માલપુર, મેઘરજ , મોડાસાની 108  ઇમર્જન્સી સેવા મારફતે સારવાર અર્થે પ્રથમ માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અને ત્યાંથી વધુ સારવાર અર્થે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખસેડાયા હતા ,જેમાં 4 વ્યકિતઓઁ વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડ્યા હતા.
તમામ મૃતકો અને ઇજાગ્રસ્તો દાહોદ જિલ્લા ના ઝાલોદ તાલુકાના કાદવાડ ગામના હતા. તેઓ ટ્રેક્ટરમાં બેસી ખેતમજૂરી અર્થે  ઉત્તર ગુજરાતમાં પાટણ જઈ રહ્યા હતા.
અકસ્માતની જાણ થતાં જ વહેલી સવારે સાડા ત્રણ વાગે ઘટના સ્થળે પહોંચેલા  માલપુર પીએસઆઇ કે ડી બ્રહ્મભટ્ટના જણાવ્યા અનુસાર,  આ અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટ્રકે ટ્રેક્ટરને અડફેટે લીધા બાદ ટ્રેક્ટર 50 થી 60 ફૂટ સુધી ઢસડાયું હતું અને બાજુમાં આવેલ એક દુકાન અને એક કાચા મકાનનો ભુક્કો બોલી ગયો હતો . ઘટના ની જાણ થતા માલપુર પોલીસ તેમજ જિલ્લા પોલીસ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને યુદ્ધ ના ધોરણે કામગીરી હાથ ધરી હતી.માલપુર તાલુકા હેલ્થ અધિકારી ડો. યોગેશ ગૌસ્વામીએ મૃતકોના પી.એમ.કરી પોલીસ દ્વારા મૃતકોના વાલીવારસોને મૃતદેહો સુપ્રત કરવા તજવીજ હાથ ધરી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer