ઇટાલી 60 વર્ષ બાદ ફીફા વર્લ્ડ કપમાંથી આઉટ

ઇટાલી 60 વર્ષ બાદ ફીફા વર્લ્ડ કપમાંથી આઉટ
સ્વીડને 2006 બાદ વર્લ્ડ કપની ટિકિટ બૂક કરી

મિલાન તા.14: ચાર વખતની ચેમ્પિયન ઇટાલીની ટીમ ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં 60 વર્ષ બાદ કવોલીફાઇ થઇ શકી નથી. ઇટાલીના ફૂટબોલ ઇતિહાસનો આ સૌથી કલંકિત દિવસ બની રહયો છે. કવોલીફાઇ રાઉન્ડના પ્લેઓફ મુકાબલાના બીજા મેચમાં ઇટાલીનો મેચ સ્વીડન સામે 0-0 ગોલથી ડ્રો રહયો હતો. આથી ઇટાલી 19પ8 બાદ પહેલીવાર વર્લ્ડ કપની બહાર થઇ ગયું છે. બીજી તરફ સ્વીડનની ટીમ 2006 બાદ પહેલીવાર વર્લ્ડ કપ રમશે.
વર્લ્ડ કપની ટિકિટ માટે ઇટાલીને સ્વીડનને હાર આપવી જરૂરી હતી. કારણ કે પહેલા ચરણના મેચમાં સ્વીડને તેને 1-0થી હાર આપી હતી. બીજા મેચમાં કરો યા મરોનો જંગ હતો. જેમાં કાંટે કી ટકકર થઇ હતી. પણ બન્ને ટીમ કોઇ ગોલ કરી શકી ન હતી. આથી ઇટાલી આગામી વર્લ્ડ કપ ફૂટબોલમાંથી આઉટ થઇ ગયું હતું. જેવી મેચ પૂરો થવાની વ્હીસલ વાગી એ સાથે ઇટાલીના ખેલાડીઓ રડી પડયા હતા. બીજી તરફ સ્વીડનના ખેલાડીઓ જશ્નમાં ડૂબી ગયા હતા. છેલ્લે ઇટાલી 19પ8માં વર્લ્ડ કપમાં કવોલીફાઇ કરવામાં અસફળ રહયું હતું. ફૂટબોલ ઇતિહાસમાં ઇટાલીની ટીમ ત્રીજીવાર કવોલીફાઇ થવાનું ચૂકી છે. 1930માં પહેલીવાર જયારે ફીફા વર્લ્ડ કપ રમાયો ત્યારે ઇટાલીની ટીમે તેમાં ભાગ લીધો ન હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer