સચિન પાયલોટ આજે રાજકોટ અને કાલે સુરતમાં જનસભા સંબોધશે

સચિન પાયલોટ આજે રાજકોટ અને કાલે સુરતમાં જનસભા સંબોધશે
અમદાવાદ, તા.14: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે કોંગ્રેસ પક્ષે યુવાઓને આકર્ષવા માટે કોંગ્રેસના યુવા નેતાઓને મેદાને ઉતાર્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ચાર તબક્કાના ગુજરાત પ્રવાસ બાદ હવે સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે.  પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજસ્થાન કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ સચિન પાયલોટ આગામી 15 નવેમ્બરે બપોરે 12-25 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે અને ત્યાંથી સીધા રાજકોટ જશે. રાજકોટમાં સાંજે 4 કલાકે પ્રમુખ સ્વામી મહારાજ ઓડિટોરિયમમાં યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે 6 કલાકે નીલ સિટી રિસોર્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે અને સાંજે 7-30 કલાકે નિયત પ્રેમ મંદિર ખાતે જનસભાને સંબોધશે. 8-30 વાગ્યે ભાવનગર રોડ પર આર.એમ.સી. સામે સભા સંબોધશે. સચિન પાયલોટ 16 નવેમ્બરના રોજ સવારે 7-45 કલાકે રાજકોટથી સુરત પ્રસ્થાન કરશે અને 11-30 કલાકે સુરત પહોંચી જશે. જ્યાં બપોરે 12 કલાકે નાનપુરા સ્થિત ક્વોલિટી રેસ્ટોરન્ટ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારબાદ બપોરે 2 કલાકે સાયન્સ સેન્ટર, અઠવા લાઇન ખાતે યુવા સંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ સાંજે 4-30 કલાકે કંગારુ સર્કલ ખાતે રાજસ્થાની સમાજ સાથે મુલાકાત કરશે. આ સાથે સાંજે 6 કલાકે કતારગામ ખાતે સિંગનપુર ચાર રસ્તા પર જનસભાને સંબોધશે.  આ ઉપરાંત પૂર્વ પ્રધાન અને સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા કોંગ્રેસ પક્ષના પ્રચાર માટે 16 નવેમ્બરને ગુરુવારે અમદાવાદ અને 17 નવેમ્બરને શુક્રવારે વડોદરા ખાતે આવશે અને યુવાસંવાદ કાર્યક્રમમાં ભાગ લેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer